રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં મળી ગયેલા જામીન

434

કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક વિવાદાસ્પદ નિવેદન બાદ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ફરી પટણા કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા.  જો કે રાહુલ ગાંધીને જામીન મળી ગયા હતા. બિહાર સરકારના નાયબ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદી દ્વારા રાહુલ ગાંધીની સામે માનહાનિ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેના પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અરજી કરવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ તેમની રજૂઆત કરી હતી. આ અપીલ પર સુનાવણી કરતી વેળા મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને જામીન આપી દેવામાં આવ્યા હતા. સીજેએમની કોર્ટે રાહુલ ગાંધીને ૧૦ હજાર રૂપિયા જમા કરવાની ખાતરી આપ્યા બાદ જામીન મળી ગયા હતા. રાહુલ ગાંધીની સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી વેળા કોંગ્રેસના કાર્યકરોએ કોર્ટની બહાર દેખાવ કર્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ પાર્ટીના પ્રમુખ તરીકે રાજીનામુ પરત લઇ લેવાની પણ માંગ કરવામાં આવી હતી.

રાહુલની સામે સુશીલ કુમાર મોદી દ્વારા માનહાનિ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ કર્ણાટકમાં કોલાર ખાતે ચૂંટણી સભા પ્રચાર દરમિયાન કહ્યુહતુ કે તમામ ચોરના પેટા નામ મોદી કેમ  છે. રાહુલનો ઇશારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બેંક કોંભાડના આરોપી અને આઇપીએલના પૂર્વ કમીશનર લલિત મોદી તરફ હતો. આ સમગ્ર મામલાને કેસ દાખલ કરવામાં આવ્યા બાદ સીજેએમ  શશીકાંત રોયે પહેલા સુનાવણી  હાથ ધરી હતી. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ચોથી જુલાઇના દિવસે આરએસએસ સાથે જોડાયેલા માનહાનિના એક કેસમાં મુંબઇની એક કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે મુંબઇની શિવડી કોર્ટે ૧૫ હજાર રૂપિયાની રકમ પર જામીન આપ્યા હતા. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે તેઓ દોષિત નથી. મુંબઇમાં રાહુલે ગાંઘીએ કહ્યુ છે કે હવે તેઓ છેલ્લા પાંચ વર્ષની તુલનામાં વધારે શક્તિ સાથે લડશે. આ પહેલા રાહુલ ગાંધી જ્યારે મુંબઇ પહોંચ્યા ત્યારે કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરતા નજરે પડ્યા હતા. કાર્યકરોએ કહ્યુ હતુ કે આ લડાઇમાં કોંગ્રેસના કાર્યકરો તેમની સાથે રહેલા છે.કોર્ટની બહાર પણ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. મુબંઇમાં કેસમાં સુનાવણીનો મામલો સામાજિક કાર્યકર અને પત્રકાર ગૌરી લંકેશની હત્યાને ભાજપ અને સંઘની સાથે જોડવા સાથે સંબંધિત છે. રાહુલ ગાંધીની સામે હજુ પણ કેટલાક કેસ રહેલા છે. જેના કારણે તેમને તકલીફ રહી શકે છે. રાહુલ ગાંધીએ હાલમાં જ પાર્ટી પ્રમુખ તરીકે રાજીનામુ આપી દીધુ હતુ. કેટલાક દિવસ સુધી પાર્ટીના કાર્યકરોને અને નેતાઓને દુવિધામાં રાખ્યા બાદ રાહુલે આખરે રાજીનામુ આપી દીધુ છે. જો કે રાહુલ ગાંધીની જગ્યાએ પાર્ટી પ્રમુખ તરીકે કોણ રહેશે તે અંગે નામની જાહેરાત કરવામાં આવી નથી. રાહુલ ગાંધી હાલમાં પાર્ટીના કાર્યકરો તરફથી પણ દબાણ હેઠળ છે.

Previous articleનિરવ મોદી પાસેથી ૭૨૦૦ કરોડ વસુલવા માટેની મંજુરી
Next articleશાસ્ત્રીની ભવ્ય ૧૮ ફુટ ઉંચી પ્રતિમાનુ કરાયેલુ અનાવરણ