વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ભાજપના સભ્ય અભિયાનની વિધિવત રીતે શરૂઆત કરાવી હતી. સભ્ય અભિયાનની શરૂઆત કરાવતા મોદીએ દેશને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની ફરી એકવાર વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, હવે દેશ વિકસિત થવા માટે વધારે રાહ જોઈ શકે તેમ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, સપના અને સંભાવનનાઓ ઉપર વાત થઈ રહી છે. આ તમામ સપનાઓ પૈકી એક સપનુ પાંચ ટ્રિલિયન ડોલર એટલે કે પાંચ લાખ કરોડ રૂપિયાનુ અર્થતંત્ર બનાવવા માટેનુ પણ છે. બીજા શબ્દોમાં કહેવામા આવે તો અમે ભારતનુ અર્થતંત્ર બે ગણુ કરવા ઈચ્છીએ છીએ. પરંતુ વાસ્તવિકતા એ છે કે, આજે તેઓ જે લક્ષ્યની વાત કરી રહ્યા છે. તે તમામ લોકોને વિચારવા માટે મજબુર કરશે. નવા લક્ષ્ય, નવા સપનાઓને લઈને આગળ વધીએ છીએ. આજ એક મુક્તિ માટેનો માર્ગ રહેલો છે. મોદીએ અંગ્રેજી કહેવત સાઈઝ ઓફ દ કેક મેટર્સનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કેકનુ કદ જેટલુ મોટુ રહેશે તેટલા પ્રમાણમાં વધુ લોકોને હિસ્સો મળી શકશે. આ જ કારણસર અમે અર્થતંત્રના કદને પણ વધુ વિસ્તૃત કરવાની વાત કરી રહ્યા છે. સિધી વાત એ છે કે, પરિવારની આવક જેટલી વધારે રહેશે તેટલા જ પ્રમાણમાં સભ્યોની આવક પણ વધારે રહેશે. મોદીએ કહ્યું હતું કે, આજે જેટલા વિકસિત દેશો છે તે પૈકી મોટા ભાગના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો એક સમયમાં પ્રતિવ્યક્તિ આવક આ દેશોમાં પણ વધારે ન હતી. પરંતુ એક સારો તબક્કો આવ્યો હતો. સમયમાં પ્રતિવ્યક્તિ આવકમાં વધારો થયો છે. આ એ જ સમય હતો જ્યારે વિકાસશીલ દેશો વિકસિત ક્ષેણીમાં આવી ગયા હતા. ભારત હવે યુવા દેશ અને લક્ષ્યને હાંસિલ કરવામાં સક્ષમ છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, કેટલાક લોકો છે જે ભારતની ક્ષમતા ઉપર શંકા કરે છે.
આ લોકો કહે છે કે, ભારત માટે આ લક્ષ્ય હાંસલ કરવાની બાબત ખુબ મુશ્કેલ છે. મોદીએ કહ્યું હતું કે, આ લોકો કહે છે આની જરૂર શું છે. આ કામ કેમ કરવામાં આવી રહ્યુ છે. આ પ્રકારના લોકો પ્રોફેશનની દ્રષ્ટિથી નિરાશાવાદી બની ચુક્યા છે. સમાજથી સંપૂર્ણ પણે કપાઈ ચુક્યા છે. સામાન્ય લોકોની પાસે જશે તો સમસ્યાઓની સમજી શકાશે. પરંતુ પ્રોફેશન નિરાશાવાદી લોકો વધુ સમસ્યા ઉભી કરે છે. આ લોકો સમાધાનને પણ સંકટમાં બદલી નાખવાનુ કામ કરે છે. મોદીએ કહ્યું હતું કે, જ્યારે અમે કોઈ દેશમાં પ્રતિવ્યક્તિ આવકની વધારાની વાત કરીએ છીએ ત્યારે ખરીદીની ક્ષમતાની પણ વાત કરીએ છીએ. જ્યારે પ્રતિવ્યક્તિ આવક વધી જાય છે ત્યારે ખરીદી શક્તિમાં પણ વધારો થાય છે. બજારમાં માંગ વધી જાય છે. આનાથી ચીજવસ્તુઓનુ ઉત્પાદન વધે છે. આવા જ ક્રમમાં રોજગારની નવી તકો પણ સર્જાય છે. અમે જ્યાં સુધી ઓછી આવક અને ઓછા ખર્ચના ચક્રમાં ફસેલા રહીશુ ત્યાર સુધી મુશ્કેલ કામ થઈ શકશે નહીં. અમારા દિલો અને દિમાગમાં ગરીબી એક ગર્વનો વિષય બની ગઈ છે. ગરીબી એક માનસિકતા બની ગઈ છે. માનસિક અવસ્થા બની ગઈ છે. જ્યારે અમે સત્યનારાયણની કથા સાંભણીએ છીએ ત્યારે શરૂઆત એક ગરીબ બ્રાહણથી થાય છે. મોદીએ કહ્યું હતું કે, સ્વચ્છ ભારત અને હર ઘર શૌચાલયના સુત્રોને સફળ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. દરેક ઘરમાં શૌચાલય અને વિજળી બાદ હવે અમે દરેક ઘરમાં પાણીની વ્યવસ્થા ઉપર ધ્યાન આપી રહ્યા છે. આના માટે સરકાર લાગી ચુકી છે. મોદીએ કહ્યું હતું કે, આશા અને નિરાશામાં ફસાયેલા લોકો સુધી તેઓ પોતાની ભાવનાને પહોંચાડવા માટે ઈચ્છુક છે. કેન્દ્રિય પ્રધાન અમિત શાહ પણ કાર્યક્રમમાં અન્યત્ર સામેલ થયા હતા. ગુજરાતમાં પણ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત મેળવી હતી.મોદીએ તેમના સંબોધનના વિવિધ વિષય પર વાત કરી હતી.