આ વર્ષે પવિત્ર હજયાત્રા માટે ભારત દેશમાંથી હજ કમીટી દ્વારા ૧,૪૦,૦૦૦ અને પ્રાઇવેટ ટુર દ્વારા ૬૦,૦૦૦ ગુજરાત હજ કમીટી ખાનગી ટુર દ્વારા ૧૫૦ હજયાત્રિકો હજ માટે મક્કા મદિના શરીફ જશે જેનો આજે ભાવનગર શહેરની સર.ટી.હોસ્પીટલ ખાતે હજયાત્રીકોને ભારત સરકારની સુચના અનુસાર મેનેન્જાઇટીસ, ઓરા, પોલીયો, સીસોનલ, ઇનફ્લુન્ઝા સહિતની રસી આપવામાં આાવી.
હજકમીટી ઓફ ઇન્ડિયાના નિયમ અનુસાર ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા ભાવનગર શહેર જિલ્લાના હજ કમીટી દ્વારા જતા હજયાત્રીકો માટેનો રસીકરણ કેમ્પ આજે તા.૬ ને શનિવારે ભાવનગર શહેરની સરકારી સર.ટી.હોસ્પીટલ ખાતે યોજાયો હતો. જેમાં તમામ હાજીઓને રસી આપી કાર્ડ પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર સર.ટી.હોસ્પીટલના ડોકટર સાહેબો, તેમજ સ્ટાફે સારો સાથ સહકાર આપ્યો હતો.
જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનગર જિલ્લાના ફિલ્ડ ટ્રેનર હાજીહુસેનભાઇ જી. સૈયદ, હાજીયુનુસભાઇ મકવાણા, હાજીસતારભાઇ શેખ, કાળુભાઇ બેલીમ, ઇકબાલભાઇ કુરેશી, જાવેદભાઇ, સમીરભાઇ, નાહીન કાઝી, નૌશાદભાઇ, મહેબુબભાઇ, તૌફીકભાઇ, આસીફભાઇ, મહેબુબભાઇ માંડલીયા, હનીફભાઇ ડેરૈયા (મુબ્બલીગ), અમાનુલ્લાહભાઇ સહિત આગેવાનો કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી.