વિનોબા ભાવે ના શબ્દ મુજબ કઠોર પરીશ્રમ નો કોઈ વિકલ્પ નથી, તેવા આશય થી લાઠી તાલુકા ના શેખપીપળીયા ગામે છેલ્લા બે વર્ષ થી ગ્રામજનો ના સાથી હાથ બઢાંના તરીકે ચલતા જળસંચય અને પર્યાવરણ જાળવણી માટે વ્રુક્ષારોપણ કાર્ય ચાલુ વર્ષ ચોમાસા ના પ્રથમ વરસાદ માં અઢળક જળરાશી નો સંચય અને ૩૦૦૦ વ્રુક્ષો ના વાવેતર બાદ ૧૦૦ ટકા ઉછેર કાર્ય પૂર્ણ થવાથી ગ્રામ જનો એ તળાવ માં આવેલા નવાનીર ની પૂજા કાર્ય યોજી હાલ પાણી માટે ટલવળતા લોકો ને આ યુક્તિ અનુસરવા પ્રેરણા આપી છે
વિગત મુજબ પાચ હજાર ની વસ્તી અને ધરાવતા અને મુખ્યત્વે ખેતી પશુપાલન ઉપર નિર્ભર લાઠી ના શેખપીપળીયા ગામે ગ્રામ્ય દાતા અને ખેડૂતો દ્વારા પાણી પ્રશ્ન ઘર આંગણે ઉકેલવા માટે એક મેક ના સહકાર થી ગ્રામ્ય આજુબાજુ માં જળસંચય માટે ૧૭ જેટલા તળાવો સતત બે વર્ષ ની મહેનત ની ફલશ્રુતિ ના અંતે નિર્માણ પૂર્ણ કર્યા જેમાં લાઠી ના ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા હિટાચી અને ડમ્પર જેવા યાંત્રિક સાધનો ની સેવા પૂરી પાડી અને રાજ્ય સરકાર ની સુજલામ સુફલામ યોજના માં ૬૦ અને ૪૦ ના રેસીયા થી ગ્રામ જનો એ ક્રમશ બે કરોડ થી વધુ નું વિવિધ ક્ષેત્રે આર્થિક અનુદાન વાપરી અને જળ સંચય માટે તળાવ બનાવવા ની કામગીરી પૂર્ણ કરી છે
ગ્રામ જનો ના જણાવ્યા મુજબ ગામ ઉપર ૧૦ ઈચ જેટલા વરસાદ એક સામટો પડે તો પણ તમામ જળ રાશી ગામ ના તળાવ માં સાચવી શકવા ની કેપીસીટી ધરાવતા ગાગડીયા નદી ના જુદા જુદા પટ માં તળાવ બનાવવા માં આવ્યા છે ચાલુ સીઝન માં વરસાદ થી દરેક તળાવ માં ૫૦% ઉપરાંત જળરાશી જમા થઈ હતી જેના કારણે ગ્રામ્ય વિસ્તાર ના બોર કુવા માત્ર ૪૫ ફૂટ સુધી ની ઊંડાઈ એ જળસ્ત્રોત મળવો સંભવ થયો છે જેથી કૃષિક્ષેત્રે ક્રાંતિ સર્જવા થી શેખપીપળીયા ગામ દુર નથી.
બીજી બાજુ નિવૃતી માં પ્રવૃતિ ના ભાગરૂપે ગ્રામ્ય મહિલા સત્સંગ મંડળ ની ૨૫૦ થી વધુ માતા બહેનો એ પોતાના શ્રમદાન થકી ગ્રામ્ય વિસ્તાર સહિત નવા બનેલા તળાવો ફરતે ૩૦૦૦ વ્રુક્ષો ના વાવેતરો સાથો સાથ વ્રુક્ષ પ્રોટેક્સન ગાર્ડ સાથે છેલ્લા બે વર્ષ ની મહેનત ના અંતે તમામ વ્રુક્ષો નું જતન કરી અને તેનો ઉજેર કરવા માં આવ્યો છે.