બોમ્બે પ્રાયમરી એજ્યુકેશન રૂલ્સ ૧૯૪૯ અન્વયે ભાવનગર મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠક અધ્યક્ષ, ઉપાધ્યક્ષની ચૂંટણી કરવા મેયર મનભા મોરીના અધ્યક્ષપદે નવાપરા ખાતેની કચેરીએ મળેલ જેમાં નિલેશભાઇ રાવળની અધ્યક્ષપદે અને મહેન્દ્રસિંહ ગોહિલની ઉપાધ્યક્ષ પદે સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી. બંને નામોની દરખાસ્તો રજૂ થતા અન્ય કોઇ દરખાસ્ત ન થતા બંને દરખાસ્તો સર્વસંમતિથી પાસ થઇ હતી. વિપક્ષ કોંગ્રેસ આ ચૂંટણીમાં હોદ્દેદારોને કોંગી સભ્યોએ પેંડા ખવરાવી ગુલદસ્તાઓ આપી શુભેચ્છા પાઠવી હતી.આ બેઠકમાં મેયર સેવાસદનના દુષ્યંતભાઇ ભટ્ટ, શાસનાધિકારી ભટ્ટ તથા શિક્ષણ કમિટી સભ્યો ગાંધી, વર્ષાબા પરમાર, જાગૃતિબેન રાવળ, કમલેશ ઉલ્વા, નરેશ મકવાણા, નિખિલ ત્રિવેદી, જયદેવભાઇ વેગડ વિગેરે હાજર રહ્યા હતા. ચેરમેન પદ ચૂંટાયેલા નિલેષભાઇ રાવળે શિક્ષણ કાર્યને વધુ તેજવંતુ બનાવી શિક્ષણનો વ્યાપ વધે અને શૈક્ષણિક પ્રગતિ વધે તેમાં સર્વોએ સહયોગ આપવા અપિલ કરેલ. ચેરમેન, ઉપચેરમેનને લોકો દ્વારા શુભેચ્છા રૂપે ફુલહાર અર્પણ કરાયા હતા.