ભાવનગર – અમદાવાદ શોર્ટ રૂટ પર નિરમા કંપનીની બસ અને કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં માસુમ બાળાનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ચાર વ્યક્તિને ગંભીર રીતે ઇજા થતા સારવાર અર્થે ભાવનગર હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે.
ભાવનગર -અમદાવાદ શોર્ટરૂટ પર આવેલ ખેતાખાટલી ગામ નજીક નિરમા કંપનીની બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કચ્છના ગાંધીધામમાં રહેતા સિંધી પરિવારનાં પાંચ સભ્યોને ગંભીર ઇજા તથા તમામને સારવાર અર્થે ભાવનગર હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સાત વર્ષની બાળા વૃત્તિકા હિતેશભાઇ ચેતવાણીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
ગાંધીધામમાં રહેતા સિંધી પરિવારના સભ્યો ભાવનગરના આનંદનગર વિસ્તારમાં રહેતા તેમના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગે આવી રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાતા બાળાનું મોત નિપજ્યું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત અન્ય ચાર વ્યક્તિની સ્થિતિ પણ ગંભીર હોવાનું જાણવા મળે છે.