હોટલ માલિક રોહિત વિંગે ખોટા ઇરાદે જોઇ હતી : ઇશા ગુપ્તા

519

બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાએ એક હોટલના માલિક પર પોતાની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. ઈશા સાથે આવું ત્યારે થયું જયારે તે પોતાના મિત્રો સાથે હોટલમાં ફિલ્મની રિલીઝને સેલિબ્રેટ કરવા માટે પહોંચી હતી. અહીં તેને હોટલ માલિક રોહિત વિગે ખોટા ઇરાદે જોઈ હતી.શુક્રવારે ઈશા ગુપ્તાની ફિલ્મ ‘વન ડેઃ જસ્ટિસ ડિલિવર’ રિલીઝ થઇ હતી. ફિલ્મની રિલીઝ પર ઈશા પોતાના મિત્રો સાથે ડ્રિંક્સ પાર્ટી પર આવી હતી. ઈશાએ પોતાના અનુભવને ટિ્‌વટર પર શેર કર્યો છે. ઈશા ગુપ્તાએ ટિ્‌વટર પર લખ્યું છે કે, જો દેશમાં મારા જેવી એક મહિલા જ અસુરક્ષિત અનુભવ કરતી હોય તો બીજી છોકરીઓ કેવું અનુભવ કરતી હશે. એટલું જ નહીં પરંતુ મારી સાથે બે સિક્યોરિટી ગાર્ડ હતા તેમ છતાં મને અસિક્યોર ફીલ થયું. મને લાગ્યું જાણે આંખોથી મારો રેપ કર્યો હોય.ઇશાએ વધુમાં  લખ્યું કે રોહિત વિગ જેવા લોકોના કારણે મહિલાઓ પોતાને સુરક્ષિત અનુભવ નથી કરી શકતી. અમુક લોકો અજાણ્યાઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે શીખતા નથી. આવા લોકોને વ્યવહાર શીખવવાની જરૂર છે.

Previous articleશહેર ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન લોન્ચ કરાયું
Next articleબિગ બૉસ-૧૩ માટે સલમાન ખાન ૨૦૦ કરોડ રૂપિયા ચાર્જ વસૂલશે..!!