વર્લ્ડ કપમાં શ્રીલંકા વિરૂદ્ધ ભારતે ૭ વિકેટ જીત પ્રાપ્ત કરી. ૨૬૫ના લક્ષ્યનો પીછો કરતાં ઉતરેલી ટીમ ઈન્ડિયાએ ૩૯ બોલ બાકી રહ્યાં હતા ત્યારે જ મેચ જીતી લીધો હતો. ખાસ વાત એ રહી કે રોહિતે શ્રીલંકા વિરૂદ્ધ સેન્ચુરી લગાવી વર્લ્ડ કપમાં સૌથી વધુ ૫ સેન્ચુરીનો રેકોર્ડ બનાવ્યો છે. આ તકે રોહિતે કહ્યું કે બેટિંગમાં અનુશાસનનું પરિણામ હવે જોવા મળી રહ્યું છે. અને તેનાથી જ તેને સફળતા મળે છે.
રોહિતને જ્યારે તેની ૫ સેન્ચુરીના રેકોર્ડ અંગે પૂછ્યું તો તેને કહ્યું કે, હું માત્ર મેદાન પર મારું કામ કરું છું. આ અંગેના રેકોર્ડ અંગે નથી વિચારતો. મને ખબર છે કે જો હું સારું રમીશ તો આ બધી વસ્તુ તેની જાતે જ થતી જશે. મારું કામ મારી ટીમને ફિનિશિંગ લાઈન સુધી પહોંચાડવાનું છે.
રોહિતે કહ્યું કે, “મેં પોતાના અનુભવ પરથી શીખ્યું કે બેટિંગમાં અનુશાસન જરૂરી છે. જે થયું તે થયું. ક્રિકેટમાં દરેક દિવસ નવો છે. હું હંમેશ એવું વિચારીને નીકળું છું કે મેં આ ટૂર્નામેન્ટમાં વનડે રમી જ નથી, ન સેન્ચુરી લગાવી છે. હું હંમેશા આ વિચારમાં જ રહેવાનો પ્રયાસ કરું છું. હું દર એક દિવસને નવો દિવસ ગણું છું.