પાલીતાણા તાલુકાની માંડવડા -૨ પ્રા.શાળામાં આજરોજ વાર્ષિકોત્સવ -૨૦૧૮ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત ભવ્ય સંતવાણી લોક ડાયરો, કર્મચારી સત્કાર સમારંભ તથા નાના ભૂલકાંઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં તાલુકા તથા જિલ્લા કક્ષાના અધિકારી અને પદાધિકારીને આમંત્રણ આપવામાં આવેલ. જે આમંત્રણને માન આપીને આજના કાર્યક્રમમાં પાલીતાણા તાલુકાના બીઆરસીકો હાર્દિકભાઈ ગોહેલ, પટેલ સાહેબ, સાવરકુંડલાના ચૌહાણ જયંતીભાઈ કે સીઆરસીકો, મોટી પાણિયાળી ભરતભાઇ દોરીલા સીઆરસીકો નાની રાજસ્થાળી તથા ભીમજીભાઈ વાળા કે.વ.આચાર્ય મોટી પાણિયાળી, સુખ યુનુસખાન જાળિયા કે.વ આચાર્ય, બાળુભાઈ રાઠોડ રાણપડા કે.વ.આચાર્ય તથા ગોહિલ પ્રવીણભાઈ આચાર્ય માંડવડા૧, ચૌહાણ કરણસિંહ આચાર્ય જુના પાદર તથા મનુદાદા સંગીતકાર, જીવાભાઈ પરમાર શિક્ષક સંઘ ના સભ્ય, ગામના નવનિયુક્ત સરપંચ મુકેશભાઈ ચૌહાણ, લાલિતભાઈ મકવાણા આજુબાજૂની તમામ શાળાના આચાર્ય અને શિક્ષકો તથા સમગ્ર ગામના લોકો વિશાળ પ્રમાણમાં હાજરી આપી કાર્યક્રમને દિપાવેલ.
આ કાર્યક્રમનું દીપપ્રાગટય મહેમાન હાર્દિકભાઈ, ભીમજીભાઈ, જયંતીભાઈ, ગીરીશભાઈ, યુનુસખાન, મનુદાદા, લલિતભાઈ મકવાણા તથા સરપંચ દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ સાંસ્કૃતિ કાર્યક્રમમાં શાળાના નાના નાના ભુલકા દ્વારા વિવિધ કાર્યક્રમ જેવા કે દેશભક્તિગીત, નાટક, અભિનયગીત, લાઈવ જોક્સ , મુક પાંતીય નાટક , રાસ ગરબા ,સ્વચ્છતાનું નાટક , લેઝીમ, પિરામિડ વગેરે કાર્યક્રમ ની રજુઆત બાળકો દ્વારા શાનદાર કરવામાં આવેલ …જે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શાળા શિક્ષક પટેલ રોહિતભાઈ દ્વારા શાળાના તમામ બાળકો ન પેડ (સ્ટેશનરી ) આપીને બાળકોને પ્રોત્સાહિત કરેલ. આ સમગ્ર કાર્યક્રમમાં ગામના હજારોની સંખ્યામાં લોકો જોડાયેલ. સંતવાણી કાર્યક્રમમા કરશનભાઇ મેર (લોકસાહિત્ય કાર ), મનસુખ રાઠોડ (ભજનિક), જનક વેગડ (ભજનિક), કાજલબેન ચૌહાણ (ભજનિક), ભરતભાઇ ધાધલા તથા સાજીંદા ગ્રુપ દ્વારા ભજન તથા સાહિત્યની રમઝટ બોલાવેલ. આ સમગ્ર કાર્યક્રમને રાત્રિ રોશનીથી ઝળહળતું કરવામાં આવેલ..