ધાર્મિક આસ્થા સાથે કરવામાં આવતો ઉપવાસ એ આમ લોકો માટે સામાન્ય બાબત છે. ઈશ્વરિય ઉપાસના સાથોસાથ ઈશ્વર પ્રિતી અર્થે લેવામાં આવતું ભોજન પણ એટલું જ મહત્વપૂર્ણ હોય છે જેટલી ઈશ્વર પ્રત્યેની તમારી કર્મનિષ્ઠા અને ભક્તિભાવ. ઉપવાસ-એકટાણામાં સામાન્યતઃ એક ટાઈમ ભોજન અથવા માત્ર ફળાહારને અગ્રતા આપવામાં આવે છે. ફળાહારના આહારમાં શક્કરીયા સૌ કોઈને પસંદ હોય છે. શિવરાત્રિના મહાપર્વ સમયે શક્કરીયાનું સેવન આયુર્વેદ દ્રષ્ટિએ અને ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વનું માનવામાં આવે છે. આ શક્કરીયાનું આગમન થઈ ચુક્યું છે.