ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અંબાજી નજીક આવેલા રાજસ્થાનના સુરપગલા અને સિયાવામાં નદીઓ પુનઃ જીવંત બની છે. સુસુપ્ત પડેલી નદીઓમાં નવા નીર આવ્યા છે. જળસ્તર વધતા અંતરિયાળ વિસ્તારમાં જવાના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે અને કોઝવે પણ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. રસ્તા પર પાણી ફરી વળવાના કારણે ત્યાંથી પસાર થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યાં છે. બીજી તરફ વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. આબુ માર્ગ પર વરસાદના પગલે અનેક સ્થળે પાણીના ઝરણા વહેતા હોવાથી પ્રવાસીઓ પણ પ્રકૃતિનો આનંદ માણતા નજરે ચડ્યા છે.