મહેસાણાના મુલસણ ગામમાં રીક્ષા ખાડામાં પડતા મહિલાનું મોત

688

મહેસાણા તાલુકાના મુલસણમાં પરબ લીકેજથી ખાડામાં પાણી ભરાતા અકસ્માતનુ જોખમ ઉભુ થયું હતું. જેને રિપેરીંગ કરી યોગ્ય નિકાલ કરવા ગ્રામજનો દ્વારા સરપંચ સહિત કલેક્ટટરને વારંવાર રજૂઆતો કરી ત્યારે પરબ લીકેજ રિપેરિંગ માટે ખોદેલ ખાડો પુરવામાં ન આવતા મોડી સાંજે તેમાં રિક્ષા ખાબકતા તેમાં સવાર એક મહિલા મુસાફરનું મોત નિપજ્યું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આ લીકેજનું યોગ્ય નિરાકરણ ન લાવતા ઉક્તે ઘટના બનતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ઉદભવી છે. મહેસાણા-ગોઝારિયા હાઈવે પર ૨૦ દિવસ ઉપરાંતથી પાણીની પરબ લીકેજ થતા પાણી અકીલા હાઈવે પર ભરાઈ રહેતા ખાડી સર્જાયો હતો. જ્યા પાણી ભરાઈ રહેતા ગંદકી પણ સર્જાઈ હતી. જેથી વાહન ચાલકો તેમજ ત્યાંથી ગ્રામજનોમાં રોગચાળાની દહેશત વર્તાઈ હતી.

જે મામલે ગ્રામજનોએ ગ્રામ પંચાયતના સરપંચ તથા ડીડીઓને લેખીત રજૂઆતો પરબમાં દૂષિત પાણી જતા જાહેર આરોગ્ય જોખમાય તેમ હોવાછતાં સરપંચ તેમજ વહિવટીતંત્ર દ્વારા સત્વરે કોઈ પગલાં લેવાયા ન હતા. જોકે શુક્રવાર સવારે પરબનું લીકેજ શોધવા રોડ પર જેસીબીથી ખાડો કરાયો હતો. ખાડામાં લીકેજનુ રિપેરિંગ કરાયું હતું પરંતુ ખાડો ખુલ્લો રાખવામાં આવ્યો હતો ત્યારે ગાંધીનગર તરફથી એક રિક્ષા મહેસાણા તરફ આવી રહી હતી. તે સમયે રિક્ષા ચાલકને સાંજે ઉક્ત ખાડો ન દેખાતા રિક્ષા ખાડામાં ખાબકી હતી.

આ અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે તેમાં સવાર મુસાફરો પૈકી લક્ષ્મીીબેનને ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યું હતું. જ્યારે ચાલકને ઈજા પહોંચતા સિવિલમાં સારવાર અર્થે ખસેડયો હતો. આ મામલે કરશનભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Previous articleરાણીપમાં સરકારી જગ્યામાં ગેરકાયદે બાંધેલી ૧૦ દુકાનોના દબાણ હટાવાયા
Next articleઅંબાજી નજીકના ગામોમાં નદી પુનઃ જીવંત બની, નવા નીર આવતા ખેડૂતો ખુશ