વોર્ડ નં.૩ની પેટા ચૂંટણીમાં સાત ઉમેદવારોએ ફોર્મ ભર્યા

554

ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.૩ની પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ભાજપના ઉમેદવાર દ્વારા ફોર્મ ભરાયું હતું ત્યારે કુલ આ બેઠક ઉપર હવે સાત ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આગામી સોમવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીમાં મેદાને રહેનાર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

ગાંધીનગર મહાનગર પાલિકામાં વોર્ડ નં.૩ની ખાલી પડેલી બેઠક માટે ખાલી પડેલી બેઠક માટે આગામી તા.ર૧મી જુલાઈના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાવાની છે ત્યારે આજે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે છ જેટલા ફોર્મ ભરાયા હતા. ભાજપના ઉમેદવાર પ્રણવ પટેલે સરઘસ કાઢીને ઉમેદવારીપત્ર ભર્યું હતું તો એનસીપીમાંથી અમરસિંહ શિવાજી ચૌહાણ, અપક્ષમાંથી હસમુખ પોપટભાઈ વાળા, ભાજપના ડમી તરીકે અમીતકુમાર રમણભાઈ પટેલ, અપક્ષ મોહિતસિંહ વિરેન્દ્રસિંહ ઝાલા અને જીતેન્દ્ર રમણભાઈ પટેલે ફોર્મ ભર્યા હતા.

હાલ આ ચૂંટણીમાં સાત ફોર્મ ભરાયા છે ત્યારે આગામી સોમવારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસે ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ બેઠક ઉપર હાલ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામવાના એંધાણ વર્તાઈ રહયા છે.

આ બેઠક જીતવી બન્ને પક્ષો માટે પ્રતિષ્ઠા સમાન છે ત્યારે અત્યારથી જ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાડવામાં આવી રહયું છે.

Previous articleઅંબાજી નજીકના ગામોમાં નદી પુનઃ જીવંત બની, નવા નીર આવતા ખેડૂતો ખુશ
Next articleઘાટલોડિયામાં ફાયનાન્સ બેન્કમાં ગોળીબાર કરી લુંટનો પ્રયાસ કરતાં ચકચાર