મેષ (અ.લ.ઈ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ યથાવત જન્મના ચંદ્રથી મંગળ અને ગુરૂગ્રહનો અશુભ બંધન યોગ મળે છે તેથી જીદ્દી સ્વભાવ અને વધૂ પડતો આત્મવિશ્વાસ અશુભ નિર્ણયો લેવડાવી શકે છે જેથી કરીને નિરાશા અને નિષ્ફળતા મળી શકે છે. તેથી ધીરજ ધરવી જરૂરી બનશે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલ વર્ગની સલાહ લાભદાયી રહેશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન શક્ય બનશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતિનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીવર્ગ માટે મિશ્રફળદાયી સમય રહેશે.
વૃષભ (બ.વ.ઉ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ પરાક્રમ સ્થાનમાં સૂર્ય બુધનો શુભ આદિત્ય યોગ કાર્ય સફળતાના યોગ આપે છે. અને સાથે રાહુગ્રહ આત્મવિશ્વાસ નિર્બળ બનાવે છે. જે નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. તેથી આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં વૃદ્ધિ કરવાથી જ લાભ રહેશે.મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની અને ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવન જળવાઇ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાનજીની ભક્તિ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે મિશ્રફળદાયી સમય રહેશે.
મિથુન (ક.છ.ઘ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ આર્થિક અને માનસિક ચિંતા આપી શકે છે. કાલ્પનીક ભય અને નિર્બળ વિચારોનો ત્યાગ કરવો જરૂરી છે. મહત્વના નિર્ણયોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. વધુ પડતી અપેક્ષા પણ નુકશાની આપી શકે છે. તેથી ધીરજ ધરવી જરૂરી બનશે. મિલ્કત અને વારસાઇ કાર્યોથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ ઉપયોગી બનશે. ભાઇ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે અશુભફળ મળી શકે છે. જાહેર જીવન જળવાઇ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી વર્ગ માટે સાનુકૂળ સમય રહેશે.
કર્ક (ડ.હ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર મંગળ ગ્રહનું ભ્રમણ શુભ યોગ આપે છે અને ગુરૂ ચંદ્રનો નવપંચમ યોગ લક્ષ્મી યોગ આપે છે જે અચાનક ધનપ્રાપ્તિના યોગ આપે છે. સાથે સૂર્ય રાહુનો અશુભ ગ્રહણ યોગ આવક કરર્તા જાવક વધુ આપે છે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. સંતાનોના કાર્યોમાં પ્રગતિ થશે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી વર્ગ માટે મિશ્રફળદાયી સમય રહેશે.
સિંહ (મ.ટ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ઉતાવળા સ્વભાવ અને નિર્ણયોનો ત્યાગ કરવાનું સૂચવે છે. જન્મના ચંદ્રથી ગુરૂ મંગળ ગ્રહનો બંધન યોગ સફળતાને પણ નિષ્ફળતામાં પરીણમી શકે છે. માટે ધીરજ ધરવી જરૂરી છે. અને ખાસ કરીને મહત્વના નિર્ણયો સ્વહસ્તે જ કરવા જરૂરી છે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઇ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતિનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકૂળ સમય મળી શકે છે.
કન્યા (પ.ઠ.ણ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો સમય અને કર્મસ્થાનમાં સૂર્યગ્રહનો ગ્રહણયોગ વધુ મહેનતે થોડી સફળતા આપી શકે છે. જન્મનો મંગળ બળવાન હશે તો અચાનક કાર્ય સફળતાના યોગ મળશે. નવાકાર્યોની શરૂઆત પણ શુભ રહેશે. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેરજીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શનિ ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી વર્ગ માટે મિશ્રફળદાયી સમય રહેશે.
તુલા (ર.ત.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આશીર્વાદ મળે છે. જન્મકુંડળીમાંનો કાળસર્પ યોગ અથવા ગ્રહણયોગ નહિં હોય તો આ સમયમાં કરેલા કાર્યો અને મહેનતનું ફળ ન ધારેલી સફળતા આપી શકે છે. નવા પરિચયો માટે પણ સમય શુભ ફળ આપશે. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોના પ્રશ્નોનું નિરાકરણ મળશે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશે. આપના માટે ગુરૂવારના વ્રત અને લક્ષ્મીજીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રગતિકારક સમય રહેશે.
વૃશ્ચિક (ન.ય)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ વાણી વર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવવાનું સૂચવે છે. વધુ મહેનતે થોડી સફળતા મળવાના યોગ છે. તેથી મોટા અને ખોટા પ્રલોભનોથી દૂર કરીને જે છે. તે પરિસ્થિતિ અને વાસ્તવિકતાનો સ્વીકાર કરવાથી જ લાભ રહેશે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું પત્ની અને ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે મિશ્રફળદાયી સમય રહેશે.
ધન (ભ.ફ.ધ.ઢ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ન સમજાય ન સહેવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. જન્મના ગ્રહો અને ઇશ્વરના આશીર્વાદ હશે તો જ કાર્ય સફળતા મળી શકે છે. ખાસ કરીને ખનીજ પદાર્થના ધંધાર્થી માટે ખુબ જ કપરો સમય બની શકે છે તેથી વધુ પડતું સાહસ ન કરવું. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં પ્રતિકુળતા વધી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઇ રહેશે. કોર્ટ કચેરી અને કાયદાકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચિ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે કપરો સમય મળી શકે છે.
મકર (ખ.જ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીના કપરા સમયમાં પણ કાર્ય સફળતા મળી શકે છે. ઇચ્છીત સફળતા મેળવવાનો આ યોગ અવસર છે જે ચૂકી ન જવાય તે યાદ રાખવું જરૂરી છે. સમય શક્તિનો સદઉપયોગ નહીં કરો તો ભવિષ્યમાં નિરાશા મળી શકે છે. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રગતિ કારક સમય રહેશે.
કુંભ (ગ.શ.સ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના યથાવત આશીર્વાદ મળે છે. માત્ર જન્મકુંડળીમાં અશુભયોગો ન હોવા જોઇએ. અચાનક કાર્ય સફળતાના યોગ મળે છે. ભૂતકાળમાં કરેલા કાર્યો અને કોરાણ લાભદાયી પૂરવાર થશે. વર્તમાનમાં જીવવું જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનુ આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ મળશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને કુળદેવીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સમય રહેશે.
મીન (દ.ચ.ઝ.થ.)
મિત્રો આપના માટે ગોચર અને ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી સૂુખ સ્થાન અને કર્મસ્થાન સુધી દરેક ગ્રહો નિર્બળફળ આપે છે. જન્મનો ગુરૂ જો બળવાન હશે તો જ કાર્ય સફળતા મળી શકે છે. નવા કાયોે માટે સમય શુભ નથી જે છે તે પરિસ્થિતિ સાચવવામાં જ પ્રગતિ સમજવી જરૂરી છે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમા આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને ઇષ્ટદેવનું પૂજન કરવાથી સંયમ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે મિશ્રફળદાયી સમય રહેશે.