તળાજા રામી માળી જ્ઞાતિનાં તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક ભેટ સામગ્રી આપીને સન્માનવામાં આવ્યા હતા. તળાજા નજીક પાવઠી ગામ પાસે આવેલા ચીથરિયા મામા આશ્રમ ખાતે માળી જ્ઞાતિ મિત્ર મંડળ દ્વારા કેજીથી કોલેજ સુધી અભ્યાસ કરી રહેલા તેજસ્વી તારલાઓને ઇનામો આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. પુસ્તકો, નોટબુકો, શૈક્ષણિક કિટ, લંચ બોક્સ વગેરે ઉપસ્થિત જ્ઞાતિના મહાનુભાવોના હસ્તે વિતરણ થયા હતા. છેલ્લા ૩૫ વર્ષથી ચાલી આવતી આ ઉજ્જવળ પરંપરાને આજે પણ શિક્ષણને મહત્વ આપવા સાથે જીવતી રાખવામાં આવી છે. જેને સૌ અગ્રણીઓએ આવકારી હતી. જ્ઞાતિના પ્રમુખ શિવેન્દ્રભાઇ એન. મકવાણાએ સૌને આવકાર્યા હતા. ભાવનગરની પ્રકાશભાઇ ડોડીયા સહિતના જ્ઞાતિ આગેવાનો ઇનામ વિતરણના આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી બાળકો સહિતનાને પ્રોત્સાહિત કર્યા હતા.