દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા સતત વરસાદના પગલે દમણગંગા નદીમાં ઘોડાપુર આવ્યું છે. ઉપરવાસમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહેવા લાગી હતી. ન્દમણ ગંગાએ રૌદ્ર રૂપ ધારણ કર્યુ છે.છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા દક્ષિણ ગુજરાત પર મહેરબાન થયા છે. મધુવન ડેમ ઑવર ફ્લો થતા દમણગંગા બે કાંઠે છે. ડેમમાંથી ૭૪ ફૂટે ૭ દરવાજા ખોલવામાં આવતા ૨ લાખ ક્યૂસેક પાણીની આવક થઈ છે. તેની સામે ૭.૫ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. વાપીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવામાં આવ્યું છે.વાપીના ઉપરવાસ કપરાડા, અને ઉમરગામમાં વરસાદના પગલે નદી નાળા બે કાંઠે વહી રહ્યાં છે. જિલ્લાની જીવાદોરી સમાન મધુવન ડેમમાં પુષ્કળ પાણી છોડવામાં આવ્યું છે. ડેમના ૭ દરવાજા ૫ ફૂટ ખોલવામાં આવ્યા છે. વાપીના વિયર ઑવરફ્લો થયું છે.દમણગંગાના કિનારે આવતા ગામો અને સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના લોકોને કાંઠા વિસ્તારથી સલામત સ્થળે ખસી જવાની સ્થિતીમાં છે.
નદીએ ભયજનક સ્થિતી વટાવી છે. વલસાડ જિલ્લાની તમામ મોટી નદી, ઓરંગા, પાર અને તાન બે કાંઠે છે. તંત્રએ દ્ગડ્ઢઇહ્લની એક ટીમ તહેનાત રાખી છે.ભારે વરસાદના કારણે વલસાડ સરીગામ બાયપાસ રોડ પર ભયજનક રીતે પાણી વહી રહ્યું હતું ત્યારે તેના પરથી પસાર થઈ રહેલા વાહનો સાથે ચાલકો પણ તણાયા હતા તેના પગલે ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ ઑપરેશન કરવાની ફરજ પાડી હતી.