હણોલને નંદનવન બનાવવા લોકોએ સામુહિક નિર્ધાર કર્યો

787

પાલિતાણાના હણોલ ગામે શિપીંગ કેન્દ્રિય મંત્રી ડૉ.મનસુખભાઇ માંડવિયાનું ગામ સમસ્ત દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.

આજે સામુહિક વૃક્ષારોપણ કાર્યક્રમ નિમિતે  મંત્રીએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કાર્યક્રમ ને પ્રોત્સાહિત કર્યો હતો. ગામ લોકોએ સામુહિક રીતે સ્વયંભૂ પર્યાવરણ પ્રેમ દાખવી વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો. મંત્રીના હસ્તે  વૃક્ષારોપણ કરી ગામને નંદવન બનાવવા ગામ લોકો એ નિર્ધાર કર્યો હતો. ગામ લોકો દ્વારા એક દિવસ માં ૨૧૦૦ વૃક્ષો રોપાયા હતા. ગામ લોકો ને ઘર આંગણે વૃક્ષો મનસુખભાઇ ના હસ્તે વૃક્ષ વિતરણ પણ કરાયું હતું.

આ પ્રકૃતિ બચાવ વૃક્ષો વાવો  કાર્યક્રમ માં વતનપ્રેમી લોકો સુરત થી બસ ભરીને આવ્યા હતા.

આ તકે પ્રાસંગિક પ્રવચન આપતા મંત્રી ડૉ. માંડવીયાએ જણાવ્યું હતું કે ધર્મશાત્રમાં વૃક્ષો નો મહિમા વણાયેલો છે. ઋષિ મુનિઓ એ વૃક્ષોનો મહિમા સમજાવતા કહ્યું છે કે વૃક્ષ માં રણછોડ છે. સરકાર અને સમાજ સાથે મળી પ્રવર્તમાન માં પર્યાવરણ સુધારણા માટે વૃક્ષો વાવવા જરૂર છે. તેમાં દરેક લોકો સભાગી થાય તે આવશ્યક છે. પ્રકૃતિ તરફ પાછા વળવાનો સમય પાકી ગયો છે. વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. તેમ કહ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય જીવન હરીયાળી લાવે છે તેથી રૂડું લાગે છે. માટે ગામ ને વધુ રળિયામણું બનાવુ તે આપણી ફરજ છે. તેમાં સામૂહિક પ્રયાસ થઇ રહ્યો છે.

Previous articleપ્રેરણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાવૃક્ષારોપણનું આયોજન
Next articleહરિપર ગામે પ્રેરણા ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કરાયું