સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત વોલ પેઇન્ટીંગ સ્પર્ધા યોજાઇ

667

ભાવનગર મહાપાલિકા તથા ડિપ્લોમા ઇન પેઇન્ટીંગ કલાકેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ઓપન વોલ પેઇન્ટીંગ કોમ્પીટીશન યોજવામાં આવી હતી.

સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત યોજવામાં આવેલ કોમ્પીટીશનમાં વાઘાવાડી રોડ પર આવેલ પારસી કલબની દિવાલ, મહિલા કોલેજ સર્કલ પાસેની શાળાની દિવાલ, તાપીબાઇ બોર્ડીંગની દિવાલ તથા એન.સી.સી. ઓફિસની દિવાલ પર ભાવનગરના કલાકારો દ્વારા એકસોથી વધુ ચિત્ર દોરવામાં આવ્યાં હતા.

આ કોમ્પીટીશન અંગે મહાપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારી રાજેશભાઇ શુક્લાએ માહિતી આપી હતી.

સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને મહાપાલિકા દ્વારા જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવી હતી. સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થનાર સ્પર્ધકોને રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર પણ આપવામાં આવનાર છે.

Previous articleનિષ્ઠા ફાઉન્ડેશન દ્વારા વૃક્ષ વિતરણ કરાયું
Next articleભગાતળાવ જર્જરીત મકાન ઉતારી લેવા કમિશ્નર સમક્ષ રજૂઆત કરાઇ