વર્તમાન સમયમાં ચોમાસાની સીઝન ચાલી રહેલ છે. ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં જર્જરીત મકાનો પડવાનાં બનાવો બની રહ્યા છે. ત્યારે શહેરનાં ભગાતળાવ વિસ્તારમાં આવેલું ત્રણ માળનું જર્જરીત મકાન ધરાશાયી થાય અને મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે ઉતારી લેવા જાગૃત લોકો દ્વારા કમિશ્નરને રજૂઆત કરવામાં આવેલ છે.
શહેરના ભગાતળાવ વિસ્તારમાં ચંદુ પાનવાળાના ખાંચામાં એક ત્રણ માળનું જર્જરીત મકાન છે અને હાલમાં ચોમાસાની સીઝનમાં કોઇપણ સમયે ધરાશાયી થાય તેમ હોય અને મોટી દુર્ઘટના સર્જાય તેવી દહેશત હોય સ્થાનિક જાગૃત લોકો દ્વારા મોટી દુર્ઘટના અને જાનહાની થાય તે પૂર્વે આ જર્જરીત થયેલું ત્રણ માળનું મકાન ઉતારી લેવા કમિશ્નર સમક્ષ લેખીતમાં રજૂઆત કરેલ છે. અવાર નવાર આ જોખમી અને જર્જરીત મકાન ઉતારી લેવા રજુઆત કરાઇ હોવા છતાં કોઇ પગલાં લેવાતા નથી ત્યારે સત્વરે આ મકાન ઉતારી લેવા માંગ કરાઇ છે.