ઝાયરા વસીમે બીગ બોસની ૧.૨ કરોડ રૂપિયાની ઓફર ઠુકરાવી

597

દંગલ ગર્લ ઝાયરા વસીમ હાલમાં ચર્ચામાં છે. કારણ છે. તેનો બોલિવૂડ છોડવાનો વિવાદ. આ સાથે જ હવે બીજુ એક કારણ જોડાઇ ગયુ છે. ગત દિવસોમાં તેને બિગબોસમાં શામેલ થવાની ઓફર થઇ હતી. રિપોટ્‌ર્સની માનીય તો, ઝાયરાએ આ ઓફર રિજેક્ટ કરી દીધી છે. એક ટિ્‌વટ મજુબ ઝાયરાનો બિગ બોસ-૧૩ માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો આ માટે તેને ૧.૨ કરોડ રૂપિયાની ઓફર પણ કરવામાં આવી હતી. જોકે ઝાયરાએ આ ઓફર ઠુકરાવી દીધી છે. તેને આ ઓફરમાં કોઇ જ રસ નથી.બિગ બોસ શોનો મૂળ નેચર જોઇએ તો ઝાયરાને મળેલી ઓફરની ખબર પર વિશ્વાસ થઇ શકે. કારણ કે શોમાં હમેશાં એવાં સ્પર્ધકો લેવામાં આવે છે જે કોઇને કોઇ વિવાદથી જોડાયેલાં હોય અને તેનાંથી જ તેમની ટીઆરપી ચાલે છે. હાલમાં જ ઝાયરાએ ધર્મનાં નામે બોલિવૂડ છોડવાનો નિર્ણય કર્યો. અને તેનાં આ મેસેજથી જ તે ચર્ચામાં આવી ગઇ છે.  ઝાયરાએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે, પાંચ વર્ષ પહેલાં મે જે નિર્ણય લીધો તેનાંથી મારું આખુ જીવન સંપૂર્ણ બદલાઇ ગયું. મે બોલિવૂડમાં પગ મુક્યો તો મારા માટે બેશુમાર શોહરતનાં દરવાજા ખુલી ગયા. મને પબ્લિક અટેન્શન મળવા લાગ્યું. લાંબા સમયથી કામ કરતાં આ અહેસાસ થયો કે, હું કંઇક અલગ જ બનવા માટે જઝૂમી રહી છું.’

Previous articleપીવી સિન્ધુની લાઇફ પર હવે ફિલ્મ બનાવવા માટેની તૈયારી
Next articleદિશા પટનીને ચોકલેટ ખુબ જ પસંદ