અભિનેત્રી દિશા પટની સૌથી હોટ અને ફિટ અભિનેત્રી તરીકે રહી ચે. જો કે આનો અર્થ એ નથી કે તે પોતાના પસંદગીના ફુડની મજા માણતી નથી. જ્યારે વાત ચોકલેટની હોય ત્યારે તો આને ખાવા માટે તે ખુબ ખુશ થઇ જાય છે. આનો પુરાવો હાલમાં તેના નવેસરના ફોટાને જોઇને લગાવી શકાય છે. દિશાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હવે એક ફોટો શેયર કર્યો છે. જેમાં તે એક કેફેમાં બેઠેલી નજરે પડી રહી છે. તેની સામે ટેબલ પર ચોકલેટ કેક સ્લાઇસ અને કોફીને મુકેલી જોઇ શકાય છે. તેની નજીક રહેલા લોકો માને છે કે ચોકલેટની મજા માણવા અને તેને જોવાથી જ દિશાને ખુબ ખુશી મળે છે. આ ફોટામાં તેની સ્માઇલ અને અન્ય આવભાવને જોઇને જાણી શકાય છે. દિશાએ પોતે સ્માઇલ મારફતે ચોકલેટથી મળનાર હેપીનેસ વ્યક્ત કરી છે. તેનુ કહેવુ છે કે જ્યારે તે ચોકલેટ નિહાળે છે ત્યારે તે ખુબ ખુશ થઇ જાય છે. આની સાથે દિશાએ હાર્ટ ઇન આઇઝવાળી ઇમોજી પણ બનાવી લીધી છે. બીજી બાજુ વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો દિશા પટનીએ હાલમાં મલંગ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લીધુ છે. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપુર અને અનિલ કપુરની ભૂમિકા છે. બંને કલાકારો પોતાની ભૂમિકાને લઇને ભારે આશાવાદી બનેલા છે. દિશા પટની બોલિવુડમાં જેટલી ફિલ્મો કરી રહી છે તેના કરતા સોશિયલ મિડિયા પર તેની વધારે લોકપ્રિયતા છે. દિશા હાલમાં છેલ્લે સલમાન ખાન અભિનિત ફિલ્મ ભારતમાં નજરે પડી હતી. જેમાં કેટરીના કેફ પણ રોલ કરી ગઇ છે. દિશા પટની પોતાની નવી ફિલ્મ મલંગને લઇને પણ ખુબ આશાવાદી બનેલી છે. તેની કુશળતાની તમામ લોકો નોંધ લઇ રહ્યા છે. આગામી દિવસોમાં તેની પાસે વધારે સારી ફિલ્મો હાથમાં આવે તેવી પણ પુરી સંભાવના રહેલી છે.