શેત્રુંજી ડેમ ખાતે કાનના રોગોનો એક નિઃશુલ્ક કેમ્પ ભાવનગરની પીએનઆર સોસાયટી દ્વારા યોજાયો હતો. બહેરાશ નિવારણ કાર્યક્રમ અંતર્ગત શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળા ખાતે આજુબાજુના ૩૦ જેટલા ગામોના ધો.૧ થી ૮ના વિદ્યાર્થી ભાઈ-બહેનોના લાભાર્થે યોજાયેલા આ કેમ્પમાં ૧૧૦ કાનને લગતી તકલીફોવાળા દર્દીઓને ચકાસીને ચિકિત્સા સાથે મફત દવા અને સારવાર આપવામાં આવી હતી. તેમાંથી ૩૦ બાળકોને મફત ઓપરેશન માટે ભાવનગરની અંધ શાળા, વિદ્યાનગર ખાતે મોકલવામાં આવશે. સફળતાપૂર્વક સંપન્ન થયેલા આ મેડિકલ કેમ્પમાં ઈએનટી સર્જન ડો.અશોકભાઈ બારૈયાની સેવા મળી હતી સાથે પીએનઆર સ્ટાફના બી.એન. દવે, જીજ્ઞેશભાઈ પારેખ, મનસુખભાઈ દિહોરા રહ્યાં હતા. બીઆરસી કો.ઓ. હાર્દિકભાઈ ગોહિલ, કે.બી. ગોસ્વામી, જીતુભાઈ જોશી વગેરે સહયોગી રહ્યાં હતા. કેમ્પમાં દર્દી બાળકોના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.