પીવી સિન્ધુની લાઇફ પર હવે ફિલ્મ બનાવવા માટેની તૈયારી

534

આશરે બે વર્ષ પહેલા અભિનેતા અને નિર્માતા સોનુ સુદે જાહેરાત કરી હતી કે તેઓ બેડમિન્ટન સ્ટાર અને ઓલિમ્પિકમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર પીવી સિન્ધુની લાઇફ પર ફિલ્મ બનાવનાર છે. એ વખતે સોનુ સુદે એમ પણ કહ્યુ હતુ કે ફિલ્મનુ નામ સિન્ધુ રાખવામાં આવનાર છે. જો કે હજુ સુધી આ ફિલ્મનુ શુટિંગ હજુ હાથ ધરી શકાયુ નથી. હવે સોનુ સુદે કહ્યુ છે કે ફિલ્મમાં વિલંબ થયો છે. કારણ કે કેટલીક બાબતોને લઇને દુવિધા હતી. જો કે હવે તમામ અડચણો દુર કરી લેવામાં આવી છે. ફિલ્મનુ શુટિંગ આ વર્ષના અંત પહેલા શરૂ કરી દેવામાં આવશે. સોનુનુ કહેવુ છે કે કોઇ પણ બાયોપિક ફિલ્મના નિર્માણ પર કામ કરવાની બાબત હમેંશા પડકારરૂપ રહે છે. કારણ કે કાસ્ટિંગને લઇને હમેંશા તકલીફ રહે છે. પીવી સિન્ધુ જેવી દેખાય તેવી અભિનેત્રીની શોધ કરવી પણ પડકારરૂપ છે. ફિલ્મની પટકથા લખવી અને તેને ટુંકા ગાળામાં જ રજૂ કરવાની બાબત હમેંશા ખુબ મુશ્કેલરૂપ હોય છે. હવે ફિલ્મની પટકથા તૈયાર કરી લેવામાં આવી છે. તેનુ કહેવુ છે કે જો આપને પીવી સિન્ધુ જેવી સ્ટારની પટકથા રજૂ કરવી છે તો આપને તમામ બાબતોની સાથે ન્યાય કરવાની જરૂર રહેશે. સિન્ધુ ફિલ્મ સાથે નજીકથી જોડાયેલી છે. ફિલ્મમાં સિન્ધુ અને તેના કોચના રોલ અંગે પુછવામાં આવતા સુદે કહ્યુ હતુ કે એવા ખેલાડીની પસંદગી કરવાની જરૂર છે જે બેડમિન્ટનની રમતને સારી રીતે સમજે છે. ફિલ્મના નિર્માણના ભાગરૂપે તે પીવી સિન્ધુને મળી ચુક્યો છે. તેના મિત્રો અને અન્ય કોચ સાથે મળી ચુક્યો છે. આ રિસર્ચ મારફતે અમે શાનદાર પટકથા તૈયાર કરી રહ્યા છીએ. સુદે તેના કોચ પુલેલા ગોપીચંદ સાથે પણ મુલાકાત કરી છે. આ રિસર્ચ મારફતે શાનદાર પટકથા રજૂ કરવામાં આવી રહી છે. ફિલ્મમાં સિન્ધુ અને તેના કોચની ભૂમિકા માટે યોગ્ય પાત્રની પસંદગી કરવામાં આવનાર છે. ફિલ્મમાં સિન્ધુની ભૂમિકા કોણ અદા કરશે તે અંગે હજુ સુધી કોઇની પસંદગી કરવામાં આવી નથી.જો કે અમારી પહેલી પસંદગી દિપિકા છે. કારણ કે તે આ રોલને વધારે સારી રીતે અદા કરી શકે છે. જો કે દિપિકાનો હજુ સુધી સંપર્ક કરવામાં આવ્યો નથી. તે પહેલા પટકથાને આખરી ઓપ આપવા માટે ઇચ્છુક હતો. હવે પટકથા તૈયાર કરી લેવામાં આવી છે. જેથી દિપિકા સાથે વાતચીત કરવામાં આવનાર છે. દિપિકાને ફિલ્મની પટકથા આપી દેવામાં આવી છે. પુલેલા ગોપીચંદની ભૂમિકા અંગે પુછવામાં આવતા સોનુએ કહ્યુ હતુ કે તે પોતે આ રોલને અદા કરવા માટે તૈયાર છે. તેને આ અંગેની માહિતી છે કે ગોપીચંદ પર પણ હજુ એક ફિલ્મ બનાવવામાં આવનાર છે. પરંતુ ગોપીચંદની પટકથા જ્યાં પૂર્ણ થાય છે ત્યાંથી પીવી સિન્ધુની પટકથા શરૂ થાય છે. તે સિન્ધુના ગુરૂ તરીકે છે. સિન્ધુની  સાથે ગોપીચંદની બોન્ડિંગ ખુબ મજબુત રહેલી છે.

તેઓ આ ફિલ્મના પાર્ટ બનાવવા માટે ઇચ્છુક છે. આશા છે કે આ રોલ તેને જ પસંદ કરીને આપવામાં આવનાર છે. સુદ હાલમાં ઓછી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે.

Previous articleભગાતળાવ જર્જરીત મકાન ઉતારી લેવા કમિશ્નર સમક્ષ રજૂઆત કરાઇ
Next articleઝાયરા વસીમે બીગ બોસની ૧.૨ કરોડ રૂપિયાની ઓફર ઠુકરાવી