બ્લેક મન્ડે : સેંસેક્સમાં ૭૯૨ પોઇન્ટનો ઉલ્લેખનીય ઘટાડો

508

શેરબજારમાં આજે નિરાશા જોવા મળી હતી. કેન્દ્રીય બજેટ ૨૦૧૯-૨૦થી મૂડીરોકાણકારો પ્રભાવિત થયા ન હતા. બીએસઈ સેંસેક્સ આજે ૭૯૨ પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૫૨ પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો. બીએસઈ સેંસેક્સ ૭૯૨ પોઇન્ટ ઘટીને ૩૮૭૨૦ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૫૨ પોઇન્ટ ઘટીને ૧૧૫૫૮ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. શેરબજારમાં આજે બ્લેક મન્ડે જોવા મળ્યો હતો. કારણ કે રોકાણકારોએ  પાંચ લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. વેચવાલી વચ્ચે હિરો મોટોકોર્પ, પીએનબી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઔર દિલીપ બિલ્ડકોન જેવી સંપનીઓના શેરના ભાવ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયા હતા. બજાજ ફાઈનાન્સ અને બેંક ઓફ ઇન્ડિયાની બીજીવખત સૌથી નીચી સપાટી જોવા મળી હતી. સૈમકો સિક્યોરિટીજના રિસર્ચ હેડ ઉમેશ મહેતાએ જણાવ્યું હતું કે, દેશની ધીમી પડેલી આર્થિક વૃદ્ધિને ફરી વેગવંતી બનાવવાના પ્રયાસો બજેટમાં કરવામાં આવ્યા ન આવતા બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારામને મોદી સરકાર-૨નું બજેટ રજૂ કર્યા બાદ શેરબજારમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. વાર્ષિક કરોડો રૂપિયા કમાનારા અતિ ધનાઢ્ય વર્ગ પર ઇન્કમ ટેક્સ સરચાર્જ વધારવાના બજેટમાં પ્રસ્તાવથી ૨ હજાર વિદેશી ફંડ પ્રભાવિત થયા છે. સોમવારે કારોબાર દરમિયાન સેંસેક્સના મોટા શેરો જેમાં એચડીએફસી બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા બૈંક અને એક્સિસ બેંકમાં ૪૦૦ અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારમાં શુક્રવારના દિવસે ૩૯૫ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૧૩૬ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.

Previous articleવર્લ્ડ કપ : ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇટ ટુ ફિનિશનો તખ્તો ગોઠવાયો
Next articleકચ્છની ‘કોયલ’ ગીતા રબારીએ મોદી સાથે મુલાકાત કરી