દીવના નાગવા બીચમાં સુરતની મહિલા પાસેથી એક ધારદાર છરી મળી આવતા તેની સાથે તેના પુરુષ મિત્રની સાથે તેની પણ ધરપકડ કરી સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મહિલા સુરતના કેટલાંક ગુનામાં ફરાર હોવાનું બહાર આવેલ છે.
મહિલા અસ્મિતા જીલુભા ગોહીલ ઉ.વ ૨૧ અને તેનો પુરુષ મિત્ર પ્રકાશ મનુ બાંભણીયા ઉ,વ ૨૧ વચ્ચે શનિવારે સાંજે નાગવા બીચ પર ઝઘડો થયો હતો. ત્યારે દીવ પોલીસના કર્મચારીઓએ સમજૂતિ કરાવી હતી. પણ તેમ છતાં ઝઘડો ચાલું રહ્યો હતો.
અંતે બન્ને પોલીસ ચોકી પર લાવી પુછપરછ કરવામાં આવતા મહિલા પાસેથી ધારદાર છરી મળી આવી હતી. આ મહિલા સુરતના અનેક ગુનામાં ફરાર હોવાનું માલુમ પડતા સુરત પોલીસને જાણ કરવામાં આવી છે.