મંજૂરી વગળ કાઢવામા આવેલી આઝાદી કૂચના કેસમાં મહેસાણા કોર્ટે પૂર્વ પાસ અગ્રણી અને એનસીપી નેતા રેશમા પટેલ વિરુદ્ધ વોરન્ટ ઇશ્યુ કર્યું છે.
આ કેસમાં જીજ્ઞેશ મેવાણી પણ આરોપી છે. જીજ્ઞેશ મેવાણીએ આઝાદી કૂચ કાઢી હતી. જોકે મંજૂરી વગર આ રેલી કાઢવામાં આવતા મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં રેશમા પટેલ સહિત ૧૨ સામે ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટે મુદ્દત વખતે હાજર ન રહેતા રેશમા પટેલ વિરુદ્ધ વોરન્ટ કાઢ્યું હતું.