તિરૂપતિ ઋષિવનમાં મીસફાયર થતાં બંદૂકનો છરો વાગતાં કર્મચારીનું મોત

568

વિજાપુર નજીક આવેલ તિરૂપતિ ઋષિવનમાં રવિવારે છરાવાળી ગનની તપાસ કરવા દરમ્યાન બેરલમાં ફસાયેલ છરો મિસફાયર થઈ દીવાલને અથડાઈ પાછો આવી છાતી ઉપર વાગતા કર્મચારીનું મોત નિપજ્યું હતું.

હિંમતનગર વિજાપુર રોડ પર સાબરમતી નદી કિનારે દેરોલગામની સીમમાં આવેલ તિરુપતિ ઋષિવનમાં રવિવારે સાંજે છરાવાળી બંદૂકની ચકાસણી કરી રહેલ રાજુભાઇ કચરાભાઈ પ્રજાપતિ (રહે.ગણેશપુરા) ને છાતીમાં બંદૂકનો છરો વાગતા તાત્કાલિક વિજાપુર હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બંદૂક ના બેરલમાં છરો ફસાઈ ગયો હતો અને તેને કાઢવા થઈ રહેલા પ્રયાસ દરમ્યાન મિસફાયર થઈ જતા છરો દીવાલ સાથે અથડાઈને સીધો રાજુભાઈની છાતી સાથે અથડાયો હતો અને આઘાતની તીવ્રતા એટલી બધી હતી કે રાજુભાઈની બચાવી શકાયા ન હતા. રાજુભાઈના મૃતદેહને વિજાપુર સિવિલમાં પીએમ માટે લઈ જવાયો છે. રૂરલ પોલીસે મોડી સાંજે વિજાપુર જઇ ઈન્વેસ્ટ ભરી ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી.

Previous articleપૂર્વ પાસ અગ્રણી રેશમા પટેલ વિરુદ્ધ કોર્ટે વોરન્ટ કાઢ્યું, જીજ્ઞેશ મેવાણી પણ આરોપી છે
Next articleસિવિલના ૩ બ્લોકોનું ૧૦ લાખના ખર્ચે રિનોવેશન