સિવિલના ૩ બ્લોકોનું ૧૦ લાખના ખર્ચે રિનોવેશન

490

ગાંધીનગર સિવીલ હોસ્પિટલનો ડી, ઇ અને એફ બ્લોક જર્જરીત હોવાનો તેનું રિપેરીંગ થઇ શકે તેમ નથી રિપોર્ટ પાંચેક વર્ષ અગાઉ પીઆઇયુ દ્વારા જ આપવામાં આવ્યો હતો. તેમ છતાં હાલમાં પીઆઇયુ દ્વારા રૂપિયા ૧૦ લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રિનોવેશનનો ખર્ચ આગામી સમયમાં માથે પડશે તો નહી તે જોવું રહ્યું.

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ કાર્યરત થયા બાદ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઇડ લાઇન મુજબ આઠ મજલાની હોસ્પિટલનું નવું બિલ્ડીંગ બનાવ્યું છે. જોકે આશરે પાંચક વર્ષ અગાઉ હોસ્પિટલના ડી, ઇ અને એફ બ્લોકમાં વોર્ડ ઉભા કર્યા હતા. બ્લોકમાં હોસ્પિટલની વહિવટી કચેરીઓ તેમજ સિવીલ સુપ્રિટેન્ડન્ટની કચેરીઓ કાર્યરત હતી. સિવીલ હોસ્પિટલના ડી, ઇ અને એફ બ્લોક અંદાજે ચારેક દાયકા જુનું હોવાથી લોબી તેમજ છત ઉપરનું પ્લાસ્ટર ઉખડી જતા સળિયા દેખાવા લાગ્યા હતા.

આ બ્લોકની લોબીની હાલત દયનીય બની રહી હતી. આથી સિવીલ હોસ્પિટલના તત્કાલિન સંચાલક દ્વારા પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન પાસે તપાસ કરાવવામાં આવ્યું હતું કે આ બ્લોક બેસવા માટે સલામત છે કે નહી. પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટના એન્જિનીયર દ્વારા તપાસના અંતે આ ત્રણ બ્લોક જર્જરીત હોવાથી તેનું રિપેરીંગ થઇ શકે તેમ નહી હોવાનો રિપોર્ટ આશરે પાંચેક વર્ષ અગાઉ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને આપ્યો હોવાની ચર્ચા કર્મચારીઓમાં જોવા મળી રહી છે.

સિવીલ હોસ્પિટલના ત્રણ બ્લોક જર્જરિત હોવાથી રૂપિયા ૧૦ લાખના ખર્ચે ગ્રાઉન્ડ ફ્‌લોર અને ફસ્ટ ફ્‌લોરમાંથી જુનું પ્લાસ્ટ દુર કરીને રીપેરીંગ કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે.

સિવિલના ડી, ઇ, એફ બ્લોકનું પ્લાસ્ટર તોડીને નવું પ્લાસ્ટર કરવામાં આવી રહ્યું છે. ત્યારે રિપેરીંગવાળા પેસેજમાંથી દર્દીઓ પસાર થઇ રહ્યા હોવાથી તેમના આરોગ્ય સામે જોખમની શક્યતા છે.

Previous articleતિરૂપતિ ઋષિવનમાં મીસફાયર થતાં બંદૂકનો છરો વાગતાં કર્મચારીનું મોત
Next articleઆરટીઓ ખાતે સ્કુલવર્ધીના વાહનોની ફિટનેસ ચકાસણી