ભારતે સ્વદેશી ટેન્ક એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ ’નાગ’ ના ત્રણ સફળ પરીક્ષણ પૂરા કરી લીધા છે. રાજસ્થાનના પોખરણમાં ’નાગ’નું દિવસ અને રાત્રીના સમયે પરીક્ષણ કરવામાં આવ્યું. સેનાના જણાવ્યા અનુસાર આ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલે પોતાના ડમી ટારેગટ પર અચૂક નિશાન સાધ્યું. જો કે હવે એવુ માનવામાં આવી રહ્યું છે કે આ ’નાગ’ મિસાફલનો જલ્દી ભારતીય સેનામાં સમાવેશ કરવામાં આવશે.
ત્રીજી જનરેશન ગાઇડેડ એન્ટી ટેન્ક મિસાઇલ ’નાગ’નું ઉત્પાદન આ વર્ષના અંતમાં શરૂ કરી દેવામાં આવશે. અત્યાર સુધી તેનું ટ્રાયલ ચલાવામાં આવી રહ્યું હતું. ૨૦૧૮માં આ મિસાઇલનું વિન્ટર યૂઝર ટ્રાયલ (શિયાળામાં પ્રયોગ) કરવામાં આવ્યો હતો.
ભારતીય સેના ૮ હજાર નાગ મિસાલ ખરીદે તેવી શક્યતા છે જેમાં ૫૦૦ મિસાઇલનો ઓર્ડર પ્રારંભમાં આપવાની સંભાવના છે. નાગ મિસાઇલનું નિર્માણ ભારતમાં મિસાઇલ બનાવનારી એક માત્ર કંપની ભારત ડાયનામિક્સ લિમિટેડ કરશે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૭ અને ૨૦૧૮માં નાગ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલના બે સફળ પરીક્ષણ કરવામાં આવ્યાં હતા. બંને પરીક્ષણ રાજસ્થાનના પોખરણના ફાયરિંગ રેન્જમાં કરવામાં આવ્યાં.