સાંડેસરાની ર્સ્ટલિંગ પોર્ટના બાકી લેણાં વસૂલવા આદેશ, પરવાનો રદ, જમીન જપ્ત

449

વિજય રૂપાણીએ નીતિન સાંડેસરા જે વિવિધ બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી માતબર રકમના ધીરાણો મેળવી દેશમાંથી ફરાર થઇ ગયાં છે તેમની ર્સ્ટલિંગ પોર્ટ લિમિટેડ સામે કડક વલણ અપનાવીને ભરૂચના દહેજ બંદરને ઓલ વેધર ર્બથિંગ પોર્ટ બનાવવા માટે આપેલી તમામ પરવાનગીઓ રદ કરી દેવા આદેશ કર્યો છે.આ સાથે સરકારના પારદર્શી અને ભ્રષ્ટાચારરહિત સુશાસનની નેમ સાથે આ નિર્ણય લઇને ગેરરીતિ આચરનારાઓ સામે લાલ આંખ કરી પગલાં ભરવાનો દાખલો રજૂ કર્યો છે. રૂપાણીએ ર્સ્ટલિંગ પોર્ટના બાકી રહેતા નાણાં વસૂલવા જરૂરી પગલાં તાત્કાલિક લેવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડને આદેશ કર્યા છે.ર૦૦૮માં દહેજ બંદરને ઓલ વેધર ડાયરેકટ ર્બથિંગ પોર્ટ તરીકે વિકસાવવા માટે ચાર વર્ષની સમયમર્યાદા સાથે ઇરાદાપત્ર જાન્યુઆરી-ર૦૦૯માં આપ્યો હતો. તેની સાથે મેરીટાઇમ બોર્ડે દહેજ ખાતે ૮૪.૯પ હેકટર સરકારી જમીન ભાડાપટ્ટે જુન-ર૦૧૦માં ફાળવી આ જમીન સમતલ કરવા અને ફેન્સિંગ કરવા મંજૂરી આપી હતી અને પોર્ટના બાંધકામ માટે માર્ચ-ર૦૧૧માં બોર્ડે મંજૂરી આપી હતી.ર્સ્ટલિંગ બાયોટેક લિ. અને તેના કોન્સોર્ટિયમના સાથી સભ્યો દ્વારા દહેજ બંદરના વિકાસ માટે નવી કંપની ર્સ્ટલિંગ પોર્ટ લિ.ની રચના કરવામાં આવી હતી. આ નવી કંપની અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ વચ્ચે જૂન-ર૦૧૪માં કન્સેશન એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું.એગ્રીમેન્ટ અનુસાર પ્રથમ તબક્કા માટે કંપની આશરે રૂા. રપ૦૦ કરોડનું રોકાણ કરી દહેજ બંદરનો વિકાસ હાથ ધરશે અને તે માટે કુલ પ્રોજેકટ કિંમતના દોઢ ટકા લેખે બાંધકામની અને રૂા. પ.૦૦ કરોડ પરફોર્મન્સ ગેરંટી ગુજરાત મેરીટાઇમ બોર્ડને આપશે તેવો કરાર થયો હતો. પરંતુ ઇરાદાપત્ર અને ત્યારબાદ કન્સેશન એગ્રીમેન્ટ પછી કંપનીએ બંદરના વિકાસ માટે કોઇ નક્કર કાર્યવાહી હાથ ધરી ન હતી અને મેરીટાઇમ બોર્ડને ભરવાપાત્ર રૂ. ૩૭.પ૦ કરોડની બેંક ગેરંટી તેમજ ૮૪.૯પ હેકટર જમીનનું નિયત ભાડું ચૂકવી આપવામાં પણ ર્સ્ટલિંગ પોર્ટ લિ. નિષ્ફળ પુરવાર થઇ હતી.

સમય આપવા છતાં વહીવટી તંત્ર અને પ્રસ્થાપિત વ્યવસ્થાના નીતિ નિયમોનો અનાદર કરનારાઓ સામે સખ્તાઇથીપગલાં લેવા અપનાવેલા અભિગમના ભાગરૂપે ગુજરાત મેરીટાઇમ બોર્ડની તાકીદે બોલાવાયેલી બોર્ડની બેઠકમાં રચાયેલી સમિતિએ આંધ્ર બેંકને પરવાનાધારક તરીકે નિયુકત કરવાની તથા ર્સ્ટલિંગ પોર્ટ લિ. અને ગુજરાત સરકાર તથા મેરીટાઇમ બોર્ડ વચ્ચે થયેલા કન્સેશન એગ્રીમેન્ટ રદ કરવા તેમજ તમામ ગેરંટીની રકમો જપ્ત કરવા કરેલી ભલામણોને રાજ્ય સરકારે સ્વીકારી છે. રાજ્ય સરકારે ર્સ્ટલિંગ પોર્ટ લિ.ને આપેલી ૮૪.૯પ હેકટર જમીનનો કબજો પરત લેવા આદેશ આપ્યો છે.

Previous article‘ગ્રીન ગાંધીનગર-કલીન ગાંધીનગર’નાં સંકલ્પ સાથે ગુજરાત માહિતી આયોગ દ્વારા વૃક્ષારોપણ કરાયુ
Next articleબાકી વ્યવસાય વેરો ભરો, દંડમાંથી મુક્તિ