આજરોજ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા કુલપતિશ્રીને બી.કોમ સેમ.૨ના પરિણામમાં વિધાર્થીઓ સાથે થયેલા અન્યાય બાબતે વિધાર્થીઓને સાથે રાખી રજૂઆત કરવામાં આવી હતી.
યુનીવર્સીટી વિધાર્થી પરિષદ તથા વિધાર્થીઓની માંગ સામે જુકી જેમાં રેન્ડમલી નહીં પરતું બધી જ કોલેજ પર પરિપત્ર કરી વિધાર્થીઓના કોલેજ પરથી નામ મેળવી તેમનું પારદર્શક છબી ધરાવતા અને વિધાર્થીહિત ઈચ્છુક વિષયનિષ્ણાત પ્રાધ્યાપકોની કમિટી દ્વારા દિવસ ૭માં તપાસ કરી નિર્ણય કરવા પરિષદની અને વિધાર્થીઓની માંગને સ્વીકારવી પડી હતી.
બી.કોમ સેમ.૨ ના પરિણામો યુનીવર્સીટી દ્વારા હાલમાં જાહેર કરવામાં આવ્યું છે જેમાં કુલ ૪૫૨૧ વિધાર્થીઓએ પરીક્ષાઓ આપેલ હતી. જેમાંથી ૨૨૦૩ વિધાર્થીઓ એટલેકે ૫૦% જેટલા વિધાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે.
જેમાં વિધાર્થીઓને ચોક્કસ વિષયમાં જેમ કે બીઝનેસ ઇકોનોમિક્સ, બીઝનેસ કોમ્યુનીકેશન, એકાઉન્ટાન્સી, બીઝનેસ મેથેમેટિક્સ જેવા મહત્વના વિષયોમાં તો વિધાર્થીઓને નાપાસ કરેલ જ છે અને ઘણા વિષયોમાં વિધાર્થીઓ દ્વારા ખુબ સારું વિષયાર્થ લખવા છતાં તેમને નાપાસ કરવાની રાવ વિધાર્થીઓ દ્વારા અખિલ ભારતીય વિધાર્થી પરિષદને મળેલ છે.
જે વિધાર્થીઓએ ૧૨ ધોરણમાં તથા સેમ.૧માં પણ ખુબ સારું પરિણામ મેળવેલ છે તેવા વિધાર્થીઓ પણ નાપાસ થયેલ છે અથવા ઓછા માર્ક સાથે પાસ કરવામાં આવ્યા છે. યુનીવર્સીટી દ્વારા પેહલા પણ બી.કોમ સેમ.૧, બી.એસ.સી વાર્ષિક પદ્ધતિ, બી.સી.એ સેમ.૬ જેવા પરિણામોમાં તો ભૂલ નજીકના જ સમયમાં કરવામાં આવી છે જે જાહેર છે.
યુનીવર્સીટી દ્વારા કોઈને કોઈ જગ્યા પર ભૂલ થઈ છે એવું લાગી રહ્યું છે યુનીવર્સીટી દ્વારા કમિટી બનાવી રેન્ડમલી વિધાર્થીઓના નંબર કાઢી તેનું કમિટી દ્વારા મુલ્યાંકન કરવાની બાબત એ જે તે મુદ્દાને ભટકાવવાનો પ્રયત્ન છે તેમ વિધાર્થી પરિષદને જણાય છે અને વિધાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી કે તાત્કાલિક કોમર્સ કોલેજો પર પરિપત્ર કરી અન્યાય પામેલા વિધાર્થીઓના લીસ્ટ મંગાવી તેમના પ્રથમ પ્રાધાન્યમાં પેપર પારદર્શક છબી ધરાવતા અને વિષય નિષ્ણાત કમિટી મેમ્બરો જ લઇ અને કોઈ પણ યુનીવર્સીટીના સતાધીશોના પ્રભાવ વગર વાસ્તવમાં વિધાર્થીહિત ધ્યાન પર રાખી દિવસ ૭માં નિર્ણય આપવાની માંગ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી હતી.