વર્ષો ની પરંપરા મુજબ જુલાઈ માસ ના પ્રથમ રવિવારે છેલ્લા ૨૩ વર્ષ થી નિયમિત રીતે યોજાતો રક્તદાન કેમ્પ કારડીયા રાજપુત યુવા સંઘ દ્વારા યોજાઈ ગયો.. અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિર ના મહંત સોમ પ્રકાશ સ્વામી તેમજ સિટી ડી વાય એસ પી ઠાકરએ દીપ પ્રાગટ્ય કરી રકતદાન શિબિર નો શુભારંભ કરાવ્યો હતો.
આ રક્તદાન કેમ્પ ની સાથે સાથે ધોરણ ૧ થી ૮ ના બાળકો ને ચોપડા વિતરણ પણ રાખવામાં આવ્યું હતું.. ૯૩૫ બાળકો ને સ્થળ પર ૭૦૦૦ ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું હતું.. મહિલા રક્તદાતા ઓ, દંપતી રક્તદાતાઓ તેમજ ૧૧ યુવાનો ના સમૂહ માં કુલ ૨૦૧ બોટલ રક્તદાન થયું. ૧૮ વર્ષ ની ઉંમરે પ્રથમ વાર રક્તદાન કરતા દીકરીથી માંડી ને ૬૩ વર્ષ ના દાદા સુધી સૌ એ રક્તદાન કર્યું હતું. ૧૮ વર્ષ ની ઉમર ના યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી આ કેમ્પ ને સફળ બનાવવામાં સહભાગી થયા. ભાવનગર સર ટી હોસ્પિટલ ના બ્લડ બેંક માં આ રક્તદાન જમાં કરવામાં આવ્યું હતું.. કારડીયા રાજપૂત યુવા સંઘ દ્વારા વર્ષો થી યોજાતા આ સમાજોપયોગી કાર્ય માં વર્ષોથી નિયમિત રક્તદાન કરતા, ચાલુ વર્ષ થી જ ઉત્સાહ પૂર્વક જોડાયેલા નવા રક્તદાતાઓ તેમજ મહિલા રક્તદાતાઓ નો સવિશેષ આભાર વ્યક્ત કરેલ. રક્તદાન થકી જીવનદાન.. અને કોઈ ના જીવનદાન માં આપણે સૌ નિમિત્ત બનીએ અને આ પ્રવૃત્તિ માટે વધુ ને વધુ જાગૃતિ સમાજ માં ફેલાય એ માટે યુવા સંઘ કટિબદ્ધ છે. કારડીયા રાજપૂત યુવા સંઘ પ્રમુખ અભયસિંહ ચૌહાણ, મંત્રી અશોકસિંહ તુર, ઉપપ્રમુખ જામસિંહ મૉરી, ખજાનચી વનરાજસિંહ હાડા, મોબતસિંહ ચાવડા તેમજ કારડીયા રાજપૂત યુવા સંઘ ના દરેક કારોબારી સભ્યઍ ભારે જેહમત ઉઠાવેલ.