ભાવનગર રેન્જના આઈજીપી અશોકકુમાર યાદવ તથા ભાવનગર પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ પાલિતાણા ડીવીઝનના નાયબ પો.અધિ. પી.એ.ઝલ્ના માર્ગદર્શન અને સુચના મુજબ પ્રોહી- જુગાર અંગે અસરકારક કામગીરી કરવા અંગે સુચના આપેલા જે અનુસંઘાને સિહોર પો.સ્ટે.ના ઈન્ચાર્જ પો. ઈન્સ. પી.આર. સોલંકીની સુચનાથી સીહરો પો.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન જીતુભાઈ મુળજીભાઈ ઢીલા રહે- નેસડા તા. સિહોર વાળાના કબ્જાના મકાનેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની શીલપેક મળી બોટલો નંગ -૧૬૮ કિ.રૂા. પ૦,૪૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ તેમજ રેઈડ દરમ્યાન શખ્સ હાજર ન મળી આવતા ધોરણસર કાયદેસર કાર્યવાહી કરેલ છે. આ કામગીરીમાં સિહોર પો.સ્ટે.ના આર.એન. ગોહિલ, ડી.બી. ટીલાવત, ગૌત્તમભાઈ રામાનુજ, બીજલભાઈ કરમટીયા, રામદેવસિંહ જાડેજા, અશોકસિંહ ગોહિલ, કુલદિપસિંહ ગોહિલ, શક્તિસિંહ સરવૈયા, મહેશગીરી ગોસ્વામી વિગેરે જોડાયા હતાં.