મેક્સનો પીછો કરી ૧.૫૪ લાખનો દારૂ પોલીસે ઝડપ્યો, ચાલક ફરાર

795
gandhi1322018-2.jpg

ગાંધીનગર જિલ્લામાં દારૂબંધીનાં પાલનનાં પોલીસનાં પ્રયાસો વચ્ચે પણ બુટલેગરો બેફામ બન્યા છે. શનિવારની પુર્વ રાત્રે સેકટર ૨૧ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સેકટર ૩૦ પાસેથી પસાર થતી મેક્સ કાર શંકાસ્પદ લાગતા રોકવા ઇશારો કરતા ચાલકે ભગાવી મુકી હતી. પોલીસે પીછો કરતા કાર મુકીને મેક્સ ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે મેક્સમાં તપાસ કરતા ૩૦૮ બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે ફરાર મેક્સ ચાલક સામે ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે. 
સેકટર ૨૧ પોલીસ સ્ટેશનના અ.હે.કો. મગનસિંહ, ચેતનકુમાર તથા ઘનશ્યામસિંહ નાઇટ પેટ્રોલીંગમાં હતા. ત્યારે રાત્રે સેકટર ૩૦ પાસેનાં રોડ પર પહોચતા ત્યાંથી પસાર થતી મેક્સ ગાડી નં જીજે ૦૯ એમ ૯૦૬૪ શંકાસ્પદ લાગતા ચાલકને રોકવા માટે ઇશારો કર્યો હતો. મેક્સનાં ચાલકે પોલીસને જોઇને ગાડી ભગાવી મુકી હતી. 
પોલીસે પીછો કરતા સેકટર ૩૦નાં સર્વોદયનગર પાસેથી મેક્સ મળી આવી હતી. જયારે ચાલક ભાગી ગયો હતો.પોલીસે કારમાં તપાસ કરતા રૂ.૧.૫૪ લાખની કિંમતનો ૩૦૮ બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ.૩ લાખની કિંમતની ગુનામાં વપરાયેલી મેક્સ તથા દારૂ મળીને કુલ રૂ. ૪.૫૪ લાખનો મુદ્દામાલ કબજે કરીને ફરાર અજાણ્યા ચાલક સામે પ્રોહીબીશનનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Previous article૧૯ ફેબ્રુઆરીએ વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી, રાજેન્દ્ર ત્રિવેદીનું નામ આગળ
Next articleઈન્ફોસીટી ખાતે ફેશન ડિઝાઈનનું પ્રદર્શન યોજાયુ