એશિયન સ્કુલ ટેબલ ટેનિસની ભારતીય ટીમમાં ભાવેણાનાં ઓમ જયસ્વાલની પસંદગી

442

તાજેતરમાં રમાનાર એશિયા અંડર-૧૮ ટેબલ ટેનિસમાં સમગ્ર દેશમાંથી ખેલાડીની પસંદગીમાં ભાવેણાના કે.પી.ઇ.એસ. સ્કુલમાં ધો.૧૨ કોમર્સમાં અભ્યાસ કરતા ઓમ શૈલેષભાઇ જયસ્વાલનો સમાવેષ થયો છે. જે સમગ્ર ભાવનગર માટે ગૌરવરૂપ બાબત છે. આ પહેલા પણ ઓમ જયસ્વાલે વર્ષ ૨૦૧૮-૧૯માં નેશનલ ગેઇમ્સ ટેબલ ટેનિસ બોય્ઝ અંડર-૧૭માં ગુજરાતી વતી રમી, ગુજરાત રાજ્યને બ્રોન્ઝ અપાવી ચૂંક્યો છે. તથા તાજેતરમાં જ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની સીઇઓ સ્કીમમાં પણ પસંદગી પામેલ છે. તે હાલમાં ગુજરાતના સૌથી ૮ ટોપ પ્લેયરમાં સ્થાન ધરાવે છે. તેમની આ પસંદગી ૬૪મી નેશનલ સ્કુલ ગેમ ૨૦૧૮-૧૯ (બોય્ઝ અંડર-૧૭) ના આધારે કરવામાં આવી છે.

Previous articleરાજુલામાં પુસ્તક પરબ ચલાવી લોકોને પ્રેરણા આપતા શિક્ષક
Next articleમોરનો શિકાર કરનારા બંને આરોપીઓને જેલ હવાલે કરાયા