તળાજા ભાવનગર હાઈવે પર ત્રાપજનજીક રાજાશાહી વખત નુ બંધ મકાનમાં ગૌચર વિસ્તારમાં મોર નો શિકાર થયા નુ ફોરેસ્ટ વિભાગને તળાજાના આર એફ ઓ એમ. કે. વાઘેલા ને અને ડો. સંદિપકુમાર આઈ. એફ. એસ. અને એમ. કે. પરમાર. અને વી. એ. રાઠોડ ને જાણ થતા તળાજા ના ફોરેસ્ટ વિભાગ નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આરોપી ઓ મુદામાલ મોટરસાયકલ મુકીને ભાગી ગયા હતા ત્યારે બાતમી મળી હતી તેના આધારે ફોરેસ્ટ ઓફિસર ટિમ દોડી ગયો અને આરોપી હિમત લાલજી ભાઈ પરમાર ગામ બેલા ઉ. વ. ૩૬ અને વિનુ હરજી ભાઈ પરમાર ગામ સાખડાસર ઉ. વ. ૨૮બન્ને તળાજા તાલુકાના ને ઝડપી પાડયા હતા અને ફોરેસ્ટ વિભાગ દ્વારા આજે બન્ને આરોપી ઓ ને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા બન્ને આરોપી ને જીલ્લા જેલ હવાલે કરવા કોર્ટે હુકમ કર્યો હતા. તસ્વીર : મથુર ચૌહાણ