રાજુલામાં રહેતા શિક્ષક પોતાની રજાના દિવસમાં સુંદર કાર્ય કરી વિનામૂલ્યે પુસ્તક પરબ ચલાવી રહ્યા છે. જે અન્યોને પુસ્તક તરફ રૂચિ માટે પ્રેરણા પૂરી પાડે છે. પુસ્તકએ જીવતી જાગતી યુનિવર્સિટી છે ત્યારે રાજુલાના વડનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પૂર્વીબેન લુહાર દર માસના પ્રથમ રવિવારે પુસ્તક પરબ ચલાવે છે જેમાં હઠીલા હનુમાન મંદિરના પટાંગણમાં આ કાર્ય કરવામાં આવે છે જેનો લોકો ભરપૂર લાભ લઇ પુસ્તક તરફ પોતાનો લગાવ વધારતા આ મહિલા શિક્ષકને સફળતા મળી છે. આ મહિલા શિક્ષકની અનોખી કામગીરી અન્ય શિક્ષક સમાજ તેમજ લોકોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે તે જોઇને આ પુસ્તક પરબ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ કિશોરભાઇ ધાંખડા, ઉપપ્રમુખ કનુભાઇ ધાંખડાએ પુસ્તક પરબની રૂબરૂ મુલાકાત લેતા પ્રભાવીત થયા અને લોકોને પણ જનરલ નોલેજ ઘરબેઠા એક પણ રૂપિયો ખર્ચા વિના આ પુસ્તક પરબ કાર્યક્રમમાં દરેક ભાગ લેવા જણાવેલ. તેમજ આપના ઘરે આપને કોઇ કામના ના હોય તેવા પુસ્તકો છે.