બાબરામાંથી ઈંગ્લીશ દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

954

બાબરા પંથક માં દારૂ ભરેલા વાહનો પકડાવા આ સામાન્ય બન્યું હોઈ તેમ અવાર નવાર અમરેલી ભાવનગર બાબરા પોલીસ ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તાર માંથી દારૂ ભરેલા વાહનો નો દલ્લો પકડી પાડી પોતાની બહાદુરી દેખાડતા હોઈ છે પરંતુ બાબરા વિસ્તાર માં અગાઉ જીનીગ,દરેડરોડ,ચરખા નીલવડારોડ કરીયાણા ખંભાળા રોડ સહિત ના શિમ વિસ્તાર માંથી દારૂ ભરેલા વાહનો પહોચે ત્યાં સુધી આગળ ના વિસ્તાર ની પોલીસ ઊંઘતી રહેતી હોવાનો અહેસાસ થાય તે વ્યાજબી ગણી શકાય બીજી તરફ બાબરા વિસ્તાર માં અનેક વખત બહાર થી દારૂ ભરેલા વાહનો માંથી જુદા જુદા વિસ્તાર માં દારૂ મોકલવા અને મુખ્ય વાહનો માંથી દારૂ ના જથ્થા ના કટિંગ થવા સુધી ની ચર્ચા લોકમુખે સાંભળવા મળે છે

આવા સમયે ગઈ મોડી રાત્રે ભાવનગર રેંજ નાયબ પોલીસ વડા અશોક કુમાર ને મળેલી પૂર્વ બાતમી આધારિત રેંજ આર આર સેલ ના પોલીસ ઇન્સ ડી.ડી પરમારે પોતાના સ્ટાફ સાથે બાબરા પોલીસ ને સાથે રાખી અને નાઈટ કોમ્બિંગ અને ઉટવડ શિમ વિસ્તાર માં આવેલ ભરડીયા નજીક ફૂટ માર્ચ સર્ચ શરૂ કરતા ભરડીયા માં પડેલો કર્ણાટક પાસીંગ નંબર  કે.એ.૦૧ એ ઈ ૫૮૫૬ નો ટ્રક મળી આવેલ જેમાં તપાસ કરવા માં આવતા ભારતીય બનાવટ નો ઈંગ્લીશ દારૂ ભેજાબાજો એ ફ્રીઝ ના ખાલી કાર્ટૂન માં ભરી રાખ્યો હોવાનું પ્રથમ દર્શનીય જોવા મળતા આર આર સેલ ભાવનગર ટીમે સ્થાનિક પોલીસ ટીમ ને બોલાવી દારૂ ભરેલા ટ્રક નો કબજો સોપી આગળ ની તપાસ શરૂ કરાવી હતી

બાબરા પોલીસ ના હેડ કોન્સ લલિતભાઈ શ્રીમાળી પોતાની ફરજ ના ભાગ રૂપે આપેલી ફરિયાદ માં

જણાવ્યા મુજબ ઉટવડ ની શિમ ના ભરડીયા ના કબજેદાર જુજરભાઈ નુરદીન ત્રાવડી ના સંકુલ માં મળી આવેલા ટ્રક માંથી ભારતીય બનાવટ ના જુદીજુદી બ્રાંડની  ઈંગ્લીશ દારૂ ની ૭૩૨ પેટી જેમાં કુલ  બોટલ નંગ ૮૭૮૪ કીમત રૂપિયા ૩૧,૯૧,૭૦૦ ની  જુના ફ્રીઝ ના પાર્સલ કાર્ટુન ની આડ માં છુપાવેલો મળી આવ્યો હતો અને આ દારૂ નો જથ્થો જસદણ ના ભનુભાઈ દાદભાઈ ખાચર ઉર્ફે કાળુ ચિતલિયા દ્વારા મંગાવવા માં આવ્યો હતો પોલીસે ટ્રક માલિક  સમયુગખાન રે.બેંગ્લોર કર્ણાટક વાળા સહિત બે અજાણ્યા ટ્રક ચાલક ક્લીનર સહિત પાંચ સામે દારૂ ના જથ્થા કીમત ૩૧,૯૧,૭૦૦ સહિત ટ્રક કીમત ૧૦,૦૦૦૦૦ તાળપત્રી કીમત ૧૦૦  મળી કુલ ૪૧,૯૧,૮૦૦ નો મુદ્દામાલ ઝપ્ત કરી વિધિવત ગુનો નોંધાવ્યો છે

ઝડપાયેલા દારૂ અંગે તપાસ ચલાવતા મહિલા ફોઝદાર ગીતા આહીર ના જણાવ્યા મુજબ પોલીસ પોલીસ રેડ દરમ્યાન ટ્રક નજીક થી ત્રણ ચાર ઈસમો નાશી છૂટ્યા હતા અને હાલ તમામ આરોપી ની ધરપકડ કરવા સહિત આ રેકેટ માં બાબરા  અમરેલી જસદણ રાજકોટ ગઢડા માંથી અન્ય કોઈ શખ્સો ની ભૂમિકા રહેલી હોવાનું જાણવા મળશે તો તેમની સામે પણ વિધિવત કામગીરી કરવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું છે.

Previous articleનેસડા ગામેથી વિદેશી દારૂ ઝડપી પાડતી સિહોર પોલીસ
Next articleરાજુલામાં પુસ્તક પરબ ચલાવી લોકોને પ્રેરણા આપતા શિક્ષક