રાજુલા પોલીસ મથકનાં ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ ૧૫૧ વૃક્ષોનું વાવેતર

1068

રાજુલા પોલીસ મતખના પીઆઇ તુવર, પીએસઆઇ જાડેજા અને આખી પોલીસ પરીવાર પ્રકૃતિને બચાવવા પડ્યા મેદાને ૧૫૧ વૃક્ષોનું વાવેતર સાથે જતનની જવાબદારી લીધી હતી.

રાજુલા શહેરમાં આવેલ જુની પોલીસ લાઇનમાં વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં વિશાળ જગ્યામાં ૧૫૧ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. તેના જતનની જવાબદારી લીધી હતી. પીઆઇ તુવર, પીએસઆઇ જાડેજા, તેમજ તમામ પોલીસ પરિવાર પ્રકૃતિને બચાવવા લોકોમાં જાગૃતિ લાવવા પોતાની જનતા સેવાની ફરજ બજાવતા પ્રકૃતિના ગ્લોબલ વોર્મિંગને ધ્યાને લઇ માત્ર ખેડૂતો જ નહીં પણ શહેર અને ગ્રામ્યજનો પ્રેરણા મળે એ માટે પોલીસ મથકના વિશાળ ગ્રાઉન્ડમાં ૧૫૧ વૃક્ષોનું વાવેતર સાથે જતનના શપથ લેવાયા જેમાં બહાદુરભાઇ વાળા, રાજુભાઇ બારૈયા, અરૂણભાઇ ત્રિવેદી સહિત બહોળી સંખ્યામાં પોલીસ પરિવાર જોડાયો હતો.

Previous articleભાવનગર યુવા મુસ્લિમ સમાજ દ્વારા પ્રથમ સમૂહ શાદી સમારોહ યોજાયો
Next articleગારિયાધારના સીતાપુર પાનસડા ગામે પપ૦થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું