ભાવનગર  મહાપાલિકાના દ્વારેથી

467

મહાનગરપાલિકામાં ૬૨ નોકરીની જગ્યા માટે તંત્ર પાસે ૪૦,૨૯૧ અરજીઓ આવી

ભાવનગર મહાપાલિકામાં થનારી  સીધી ભરતી માટે સેવાસદન પાસે જુદી જુદી કેટેગરીની ૬૨ નોકરીની જગ્યા માટે કુલ ૪૦,૨૯૧ અરજીઓ મળવામાં છે. તેમ સેવાસદન વર્તુળ દ્વારા જાણવા મળે છે. આ જગ્યાઓમાં ફાયરમેનની ૧૧ જગ્યા માટે ૮૨૭ અરજી, સ્વીમીંગ ઇન્સ્ટાકટર ચાર જગ્યા માટે ૧૫ અરજી ટેકનીકલ આસિ. સીવીલ ૧૪ જગ્યા માટે, ૩૦૯૦ અરજીઓ ડીવીઝનલ ફાયર ઓફીસર જગ્યા ૧ માટે છે. અરજીઓ અને જુ.ક્લાર્ક જગ્યા ૩૪ માટે ૩૬,૩૫૩ અરજીઓ થવામાં છે.

સેવા સદને હવે નવી ડંકીઓ કે રીપેરીંગ માટેની કામગીરીનો આપેલો કોન્ટ્રાક્ટ

ભાવનગર શહેરી વિસ્તાર ૧૩ વોર્ડોમાં નવી ડંકીઓ નાખવા, જુની ડંકીઓ રીપેરીંગ કામ માટે તાજેતરમાં સેવા સદને આ કાર્યવાહીનો કોન્ટ્રાક્ટ આપી દેતા આ વિભાગમાં વોટર વર્કસના આ કામગીરી કરતા કર્મચારીઓને અન્યત્ર વિભાગોમાં ફેરવી નાખવામાં આવી રહ્યાનું સેવાસદન વર્તુળ દ્વારા જાણવા મળે છે.

ભરતનગર મારૂતિ વિસ્તારમાં ગંદુ પાણી આવે છે કમિશ્નર પાસે મહિલાઓની રજૂઆત

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવતા મારૂતિનગર વિસ્તારમાં પીવાના પાણીની લાઇન જોડે ગંદુ પાણી વાસ વાયુ મળતા આ લત્તાના મહિલાઓનું એક પ્રતિનિધિ મંડળ કમિશ્નરને મળીને રજુઆત કર્યાનું જાણવા મળે છે.

બાકી વસુલાત માટે સેવાસદને ૩૦૦ જપ્તીઓ કરી : વધુ ૨૦૦ના ઓર્ડરો થયા

ભાવનગર મહાપાલિકા બાકી વેરો વસુલવા છેલ્લા સાત દિવસમાં ૩૦૦ થી વધુ જપ્તીઓની કાર્યવાહિ થવા પામી છે. આના કારણએ રૂા.૮૫ લાખ જેવી આવાક થવા પામી છે. અને વધુ ૨૦૦ જપ્તીઓના ઓર્ડરો થયા છે. કમિશ્નર ગાંધીની સૂચનાથી બાકી રકમોની ઝડપભેર વસુલાતો થઇ રહ્યાનું આસિ.કમિ. ફાલ્ગુનભાઇ શાહે એક વાતચીતમાં જણાવ્યું હતું.

પીરછલ્લા વોર્ડમાં સર્વે કામગીરીમાં કોમ્પ્યુટરના શોપવેરમાં સુધારા માટેની કામગીરી

ભાવનગર શહેરના પીરછલ્લા વોર્ડમાં સર્વેની કામગીરીમાં કોમ્પ્યુટરના શોપવેરમાં કેટલાક સુધારા માટેની કામગીરી ચાલી રહી છે. સેવા સદન વર્તુળ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ આ વોર્ડમાં ૧૮ હજાર ૬૦૦ મિલ્કતો છે. અને તેમાં ૧૭ હજાર ૯૦૦ મિલ્કતોનો સર્વે થયા પછી તેમાં ૭૦૦ મિલ્કતોનો વધારો થવા પામ્યો છે. તેમ જાણવા મળે છે.

પાંચ ગામોના ૨૫ હજાર મિલ્કતો સર્વેમાં ૨૧ હજારનો સર્વે થયો : ચાર હજાર બાકી

મહાનગર સેવાસદનમાં ભળેલા નવા પાંચ ગામો નારી, અકવાડા, સીદસર, તરસમીયા અને રૂવા પાંચે ગામોનો ૨૫ હજારથી વધુ મિલ્કતોનો સર્વે થશે. તેમાં ૨૧ હજારનો સર્વ થયો છે. ચાર હજાર બાકી છે. આવી કામગીરીને કારણે સેવાસદનને દોઢ થી બે કરોડ જેવી આવકનો સંભવ છે.

શિક્ષણ કમિટી ચેરમેન, ડે.ચેરમેન રિપીટ થયા અન્ય પણ રીપીટ : સેવકોમાં ચર્ચા

ભાવનગર મહાપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને અને ડે.ચેરેમેનની ચૂંટણી થતા આ ચૂંટણીમાં પાર્ટીએ રિપીટ થીએરી અપનાવી છે. સુરત અન્ય શહેરોમાં શિક્ષણ કમિટીનાં ચેરમેન ઉપચેરમેનની થયેલી ચૂંટણી માં રીપેટ થીયેરી થઇ તે પ્રમાણે ભાવનગર શિક્ષણ કમિટીના ચેરમેન નિલેષભાઇ રાવળ અને ડે.ચેરમેન ગોહિલની વરણી થઇ છે. તેમસેવાસદન ખાતે કેટલાક નગર સેવકોેએ આવી બાબતનો ઉલ્લેખ કરતા એમ પણ કહ્યું કે એ વાત સાચી હતી કે ચેરમેન ઉપચેરમેનની વરણીમાં આ વખતે એક મહિલાને લેવાની વાત હતી તે પડતી મુકાય છે. અને આવો નિર્ણય લગભગ છેલ્લા લેવાયાની વાત છે.

Previous articleગારિયાધારના સીતાપુર પાનસડા ગામે પપ૦થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું
Next articleસ્ટુડન્ટ પાવર ગૃપના પ્રમુખ તરીકે એડવોકેટ અક્ષય ચુડાસમાની નિમણુંક