ઇન્ફોસિટી સ્થિત ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટ્યુટ આઇએન આઇએફડી ખાતે બે દિવસીય આર્ટ-બિટ લાઇવ પ્રરફોમગ એક્ઝિબિશનનું આયોજન કરાયુ હતું.
આ એક્ઝિબિશનમાં ઇન્સ્ટિટ્યુટના ફેશન ડિઝાઇન અને ઇન્ટરિયર ડિઝાઇનના સ્ટડન્ટ્સે ભાગ લીધો હતો. જેમાં સ્ટુડન્ટ્સે બનાવેલા હેન્ડ વર્કનું પ્રદર્શન યોજાયુ હતું. જેમાં ઇન્સ્ટિટ્યુટના ૧૨૦ સ્ટુડન્ટ્સે ૧૨૦૦થી વધારે નમુનાઓનું પ્રદર્શન રજુ કર્યુ હતું.સંસ્થાના વિશાલ મકવાણાએ કહ્ય હતું કે,વિદ્યાર્થીઓ આંતરીક શક્તિ બહાર આવે તેમજ માર્કેટનો અનુભવ થાય તે માટે પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું.
આ પ્રદર્શનમાં ઇઅરીંગ, બેન્ગલ્સ, નેકપીસ, ટોટબેગ્સ, કુશનસ, ડિઝાઇગર ટી-શર્ટ અને બ્રેસલેટ્સ સહિતની જ્વેલરી તથા ઇન્ટરીયર ડિઝાઇનના સ્ટુડન્ટ્સે હેન્ડમેડ વસ્તુઓ પ્રદર્શિત કરી હતી. પ્રદર્શનમાં રજુ કરવામાં આવેલી તમામ વસ્તુઓ વિદ્યાર્થીઓએ ૧૫ દિવસમાં તૈયાર કરી હતી. સેલ્ફ ક્રિએટીવીટીની ઉચ્ચકક્ષાની ડિઝાઇનર વસ્તુઓ બનાવીને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.