આજ રોજ સિહોર ખાતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ભાવનગર જિલ્લા ના સિહોરની યુવા યુગ પરિવર્તન સંગઠન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ મુક્તેશ્વર મહાદેવ મંદિરના ખાતે યોજવામાં આવેલ
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ તથા ગુજરાત રાજ્યના યુવા પ્રભારી ધવલ દવે, મુકેશભાઈ લંગાળીયા, નગરપાલિકા પ્રમુખ દિપ્તીબેન ત્રિવેદી ,સિહોર ઇન્ચાર્જ પીઆઇ સોલંકી, જિલ્લા રમત-ગમત અધિકારી ભલાણી ,ગેમાભાઇ ડાંગર,સિહોર શહેર ભાજપ પ્રમુખ શંકરમલ કોકરા સહીત જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે આ કાર્યક્રમમાં હાલ સંગઠન પર્વ ચાલી રહ્યું હોય ત્યારે જિલ્લામાંથી પધારેલા યુવક બોર્ડના સભ્યો ની પણ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ હતી ત્યારે આ સંગઠનપર્વ અનુરૂપ વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવેલ સાથે-સાથ વૃક્ષારોપણ ના કાર્યક્રમો કરી સમગ્ર ગુજરાતને હરિયાળુ બનાવવા આહવાન કરેલ.