મગજનાં રોગોના નિષ્ણાંત એવા ડા.શૈલેષભાઇ જાની એક પ્રકૃતિપ્રેમી વ્યક્તિ છે. દર વર્ષે ચોમાસા દરમ્યાન તેમના સૌજન્યથી ગ્રીનસીટી દ્વારા આશરે ૬૦ થી ૭૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ડા.શૈલેષભાઇ જાનીના સૌજન્યથી તેમના ઘરની આજુબાજુના વિસ્તારમાં આશરે ૨૫૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ ગ્રીસીટી સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. આ વૃક્ષોની કાળજી જાળવણી ડા.શૈલેષભાઇ તેમના વ્યસ્ત શીડ્યુલ વચ્ચે પણ કરી રહ્યા ંછે. ભાવનગરમાં બહુ જ ઓછા ડોકટર્સ પ્રકૃતિ માટે પ્રેમ ધરાવે છે. ડા.શૈલેષભાઇ તેમાં અપવાદ છે. રવિવારના રોજ વધુ ૨૩ વૃક્ષોનું વૃક્ષારોપણ ડા.શૈલેષભાઇ જાનીના સૌજન્યથી તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એરપોર્ટ રોડ પર બનેલ નવા રીંગ રોડના ડિવાઇડરમાં પણ તેમના સૌજન્યથી વધુ ૫૧ વૃક્ષોનું વૃક્ષારોપણ થોડા જ સમયમાં ગ્રીનસીટી દ્વારા કરવામાં આવશે. ભાવનગરમાં કમાણી કરવામાં વ્યસ્ત એવા થોડા જ ડોકટરો પ્રકૃતિ પ્રત્યે આવો રસ દાખવે તો આપણું શહેર ઝડપભેર હરીયાળું બની શકે તેમ છે. તેમ ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠ એ જણાવ્યું હતું.