છેલ્લા કેટલાક સમયથી એક વાંદરો (કપીરાજ) શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યો છે. ત્યારે આજે સાંજના સુમારે કપીરાજ વડવા વિસ્તારમાં આવી પહોંચેલ અને વડવા ચોરા પોલીસ ચોકી ઉપર બેસી ગયેલ. જો કે વડવા ચોરા પોલીસ ચોકીનું જર્જરીત બાંધકામ અને છાપરા તૂટી ગયા છે. અને લાંબા સમયથી બંધ પડેલી છે આ ચોકીએ આવેલા કપીરાજને લોકોએ કેળા સહિત ફ્રુટ આપતા આરામથી આરોગ્યું હતું. જે વાંદરાએ આરોગેલ તેને નિહાળવા લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા.