સ્ટુડન્ટ ઓફ ધ યર-૩માં વરૂણ અને આલિયા હશે

702

સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મને બોક્સ ઓફિસ પર અપેક્ષા કરતા ઓછી સફળતા મળી હોવા છતાં હવે આના ત્રીજા ભાગ પર કામગીરી શરૂ કરવામાં આવી ચુકી છે. જેના માટે કલાકારોની પ્રાથમિક રીતે પસંદગી કરવામાં આવી છે.  ત્રીજા ભાગમાં હવે વરૂણ ધવન અને આલિયા ભટ્ટ કામ કરવા જઇ રહ્યા છે. આની તમામ તૈયારી શરૂ કરવામાં આવી છે. ફિલ્મની પટકથા પર કામ શરૂ કરવામાં આવી ચુક્યુ છે. મુખ્ય કલાકારો માટે વરૂણ અને આલિયાની પસંદગી કરવામાં આવ્યા બાદ આને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. આલિયા અને વરૂણે પોતે આ અંગેની જાહેરાત કરી દીધી છે. કલંક ફિલ્મના પ્રમોશન વેળા આલિયાએ આ મુજબની વાત કરી હતી. સ્ટુડન્ટ ઓફ ધ યર હવે ત્રીજો ભાગ પણ બનાવવામાં આવનાર છે.  કરણ જોહર ફિલ્મના નિર્માતા તરીકે છે. બીજા ભાગમાં ટાગર શ્રોફ, અનન્યા પાન્ડે અને તારા સુતરિયાની ભૂમિકા હતી. આ ફિલ્મ ચાહકોને વધારે પસંદ પડી ન હતી. જો કે ત્રીજા ભાગ પર કામ શરૂ કરવામાં આવ્યુ છે. બીજા ભાગને સફળ રીતે રજૂ કરવામાં નિષ્ફળતા મળ્યા બાદ હવે ત્રીજા પર કામ શરૂ કરવામાં આવ્યુ છે. કરણ જોહર યુવા પેઢીને ધ્યાનમાં લઇને ફિલ્મ બનાવે છે. પ્રથમ ભાગની સાથે જ આલિયા અને વરૂણે તેમની કેરિયરની શરૂઆત કરી હતી. હવે ત્રીજા ભાગમાં ફરી રિપીટ કરવામાં આવનાર છે. આ પ્રકારની ફિલ્મમાં ટાઇગરને લેવામાં આવ્યા બાદથી જ પ્રશ્નો થઇ રહ્યા હતા. કારણ કે આ રોલ માટે ટાઇગર બિલકુલ ફિટ દેખાઇ રહ્યો ન હતો. હવે ફરીએકવાર આલિયા અને વરૂણને લઇને ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરણે કરી લીધી છે.

Previous articleસેક્સી ઇશા હેરાફેરી-૩ અને આંખે-૨  ફિલ્મમાં નજરે પડશે
Next articleદોસ્તના-૨માં રાજકુમાર રાવ રહેશે નહીં : આખરે ખુલાસો