જસપ્રીત બુમરાહે વિશ્વ કપ ૨૦૧૯મા બનાવ્યો અનોખો રેકોર્ડ, તમામ બોલરોને છોડ્‌યા પાછળ

546

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિશ્વ કપ-૨૦૧૯મા ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. જસપ્રીત બુમરાહે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વિશ્વ કપ ૨૦૧૯ની પ્રથમ સેમિફાઇનલમાં પહેલી ઓવર ફેંકવાની સાથે વિશ્વકપમાં એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

જસપ્રીત બુમરાહ આ વિશ્વકપમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. જસપ્રીત બુમરાહે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાના પ્રથમ સ્પેલની પ્રથમ ઓવર મેડન ફેંકી હતી. આ સાથે વિશ્વ કપ ૨૦૧૯ની ૯મી મેચમાં બુમરાહે ૯ ઓવર મેડન ફેંકવાનો રેકોર્ડ બનાવી લીધો છે. આ મામલામાં જોફ્રા આર્ચર બીજા નંબર પર છે. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે વિશ્વ કપની ૯ મેચોમાં ૮ ઓવર મેડન ફેંકી છે. મહત્વનું છે કે જસપ્રીત બુમરાહ અને જોફ્રા આર્ચર માટે આ પર્દાપણ વિશ્વ કપ છે. ચોંકાવનારી વાત છે કે ટીમ ઈન્ડિયા માટે આ વિશ્વકપમાં ભારતીય બોલરોએ કુલ ૧૫ ઓવર (ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બે ઓવર સમાપ્ત સુધી) મેડન ફેંકી છે, જેમાં ૯ ઓવર જસપ્રીત બુમરાહની સામેલ છે.

વિશ્વ કપમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર બોલર

૯ ઓવર – જસપ્રીત બુમરાહ

૮ ઓવર – જોફ્રા આર્ચર

૬ ઓવર – પેટ કમિન્સ અને ક્રિસ વોક્સ

૫ ઓવર – મોહમ્મદ આમિર, ક્રિસ મોરિસ, મિશેલ સ્ટાર્ક

જસપ્રીત બુમરાહે ૯ ઓવર મેડન ફેંકી છે. તો ભારતના બાકી બોલરોએ માત્ર મળીને ૬ ઓવર મેડન ફેંકી છે. જસપ્રીત બુમરાહે આ વિશ્વ કપમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ વિકેટ લીધા બાદ ૧૮ વિકેટ પોતાના નામે કરી લીધી છે.

Previous articleદોસ્તના-૨માં રાજકુમાર રાવ રહેશે નહીં : આખરે ખુલાસો
Next articleધોનીએ ૩૫૦મી વન-ડે રમીઃ સચિન બાદ બીજો ખેલાડી બન્યો