સેક્સી ઇશા હેરાફેરી-૩ અને આંખે-૨  ફિલ્મમાં નજરે પડશે

819

ટોટલ ધમાલ ફિલ્મમાં કામ કર્યા બાદ હવે સેક્સી ઇશા ગુપ્તાની પાસે બે ફિલ્મ આવી ગઇ છે. જેમાં આંખે-૨ અને હેરાફેરી -૩ ફિલ્મનો સમાવેશ થાય છે. ટોટલ ધમાલમાં તે અજય દેવગનની સાથે ચમકી હતી.  સેક્સી સ્ટાર તરીકેની છાપ ધરાવતી ઇશા ગુપ્તા ફિલ્મો કરતા સોશિયલ મિડિયા પર તેના ફોટાના કારણે વધારે ચર્ચામાં રહે છે. ટોપલેસ ફોટાઓ તેના વારંવાર મિડિયા પર નજરે પડે છે. જો કે ફિલ્મો મેળવી લેવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં તેને બોલિવુડની ફિલ્મો પ્રમાણમાં ઓછી હાથ લાગી રહી છે. તેની પાસે સિક્વલ અને મલ્ટી સ્ટાર ફિલ્મો જ મોટા ભાગે રહી છે. હાલમાં પણ તે આવી જ ફિલ્મો હાથમાં ધરાવે છે. તેની પાસે હાલમાં હેરાફેરી સિરિઝની ત્રીજી ફિલ્મ હાથ લાગી છે. આ ઉપરાંત તેની પાસે આંખે-૨  ફિલ્મ છે. હોવાના હેવાલ મળ્યા છે. બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે વધારે જાણીતી રહેલી અભિનેત્રી ઇશા ગુપ્તાએ  હવે ટેટુ ડે પર પોતાના ટોપલેસ ફોટોઓ પોસ્ટ કરતા તેની ભારે ચર્ચા જોવા મળી રહી છે. તેના સેક્સી ફોટોની ચર્ચા સામાન્ય ફિલ્મી ચાહકોમાં પણ જોવા મળે છે. તે ફરી એકવાર એક્શન સ્ટાર અક્ષય કુમાર સાથે ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. અક્ષય સાથે હાલમાં રૂસ્તમ ફિલ્મમાં કામ કર્યા બાદ તેની લોકપ્રિયતા સતત વધી હતી. બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં સફળતા મેળવવામાં નિષ્ફળ રહેલી ઇશા ગુપ્તા હવે કેરિયરમાં નવા પ્રાણ ફુંકવામાં સફળ રહી છે. તેની રૂસ્તમ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી સફળતા મળી ગયા બાદ હવે ઇશા ગુપ્તા ખુબ ખુશ છે.  જો કે તે હજુ પણ વધુ એક ફિલ્મ અક્ષય કુમાર સાથે કરવા માટે તૈયાર છે. તેનુ કહેવુ છે કે તે હવે તેની બોલિવુડ કેરિયરને લઇને સંતુષ્ટ છે.  તેનુ કહેવુ છે કે અક્ષય કુમાર સાથે તે ફિલ્મમાં અભિનેત્રી તરીકે ભૂમિકા  કરવા માંગે છે. ચુકેલી અભિનેત્રીએ કહ્યુ છે કે તે પહેલાથી જ અક્ષય કુમારની મોટી ચાહક રહી છે. બોલિવુડમાં તે પ્રવેશી ગઇ તે પહેલાથી જ તે અક્ષય કુમારની ફિલ્મોને પસંદ કરતી રહી છે. તેનુ કહેવુ છે કે અક્ષય કુમાર ફિલ્મમાં તેના માટે ગીત ગાય, તે સાડી પહેરીને અક્ષય કુમારની અભિનેત્રી તરીકે દેખાય તેવી તેની ઇચ્છા છે.  ઇશા ગુપ્તા બોલિવુડમાં છેલ્લા ઘણા સમયથી છે પરંતુ તેને નાની નાની ભૂમિકા જ મળી છે. તેની છાપ એક સેક્સ સિમ્બોલ અભિનેત્રી તરીકે રહી છે. હાલના દિવસોમાં તેની પાસે કેટલીક સારી ઓફર આવી છે.

ઇશા ગુપ્તા બોલિવુડમાં નવી અભિનેત્રીઓ વચ્ચે ચાલતી ગળા કાપ સ્પર્ધાને લઇને બિલકુલ હેરાન નથી. કારણ કે તે ફિલ્મો સિવાય ફેશન અને મોડલિંગ ક્ષેત્ર સાથે લાંબા સમયથી જોડાયેલી છે. આવી સ્થિતીમાં તેને વધારે ચિંતા નથી. જો કે તે સેક્સ સિમ્બોલ તરીકેની છાપમાંથી બહાર નિકળીને કેટલીક મુખ્ય અભિનેત્રી તરીકેની ભૂમિકા કરવા માટે ઇચ્છુક છે. સાથે સાથે અજય દેવગન અને અક્ષય કુમાર જેવા કલાકાર સાથે વધારે ફિલ્મો કરવા માટે પણ આશાવાદી છે. હવે તેની ઇચ્છા હેરાફેરી મારફતે પૂર્ણ થાય તેવી શક્યતા દેખાઇ રહી છે.

Previous articleકપીરાજ પોલીસ ચોકીએ..!!
Next articleસ્ટુડન્ટ ઓફ ધ યર-૩માં વરૂણ અને આલિયા હશે