શહેર નજીક આવેલાં ધોળાકુવા ગામમાં કચરાના ઢગલાની સાથે સાથે ગંદકીમાં વધારો થતાં ગ્રામજનોની હાલત કફોડી બની જવા પામી છે. ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી રોગચાળાના ભય હેઠળ લોકો આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યાં છે. ત્યારે સત્વરે આ ગંદકીને દુર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ગાંધીનગર શહેરમાં સમાવિષ્ટ ધોળાકુવા ગામમાં અસંખ્ય પરિવારો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે આ વિસ્તારમાં તાજેતરમાં થયેલાં વરસાદના કારણે ગંદકીમાં વધારો થવા પામ્યો છે.
તો ઠેકઠેકાણે કચરાના ઢગલા ખડકાયેલા હોવાથી ગ્રામજનોની હાલત પણ કફોડી બની જવા પામી છે. કચરાની સાથે સાથે ગંદકીના ઢગ ખડકાતાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જવા પામ્યો છે.
જેથી ગ્રામજનોને અવર જવર કરવામાં પણ હાલાકીનો સામનો કરવો પડે છે. તો ગંદુ પાણી ભરાઇ રહેતું હોવાના કારણે મચ્છરો વધી જવાથી રોગચાળાના ભય હેઠળ ગ્રામજનોને વસવાટ કરવાની નોબત આવી છે. સત્વરે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો રોગચાળો ફેલાવાની શક્યતા પણ સેવાઇ રહી છે. જેથી ગામમાં ઠેક ઠેકાણે પડેલાં કચરાના ઢગ અને ગંદકીને દુર કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.