ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આઈસીયુમાં

557

 

સને ૧૯૮૫માં અંગ્રેજ હ્યુમથી સ્થપાયેલી પાર્ટી પહેલા એક જન આંદોલન અને પછી રાજકીય પક્ષમાં ધારણ કરનાર આ દળ સાંપ્રત સમયમાં આઈસીયુમાં દાખલ થઇ જાય તેની કલ્પના અંદરથી લોકતંત્રની શ્રધ્ધા ને પણ ડગમગાવી  દે તેમ છે. આમ તો એવું કહેવાય ” હાથના કર્યા હૈયે વાગ્યા” પણ સૌનો સમય હોય કોઈએ હરખાવાની જરૂર નથી. ધીરી બાપુડિયા કરીએ તો ભાજપ પણ આવતીકાલે ક્યાં છે તે નિયત કરવું અઘરું સાબિત થાય.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૧૯૪૭ પછીની લગભગ ૧૬ ચૂંટણીમાં ભાગ લીધો. તેમાથી તેઓ૧૦મા તે અજેય રહ્યા. લગાતાર મળી રહેલી જીતથી તેની ઝુઝારુતાએ જમીનની દરકાર ન કરી. મોદીજીએ તેમના લોકસભા પ્રવચનમાં કોંગ્રેસ માટે કહ્યું કે તે એટલા ઊંચા જતાં રહ્યા છે કે તેમને ધરતીનો માણસ પણ દેખાતો બંધ થયો છે. વાત એકદમ ખરી છે. છેલ્લા ૬૫ વર્ષના ઇતિહાસમાં સૌથી નબળો દેખાવ અને ૨૦૧૪માં કોંગ્રેસનો રહ્યો.તેણે માત્ર ૪૪ બેઠકો થી લોકસભામાં ઓડકાર ખાવો પડ્યો. ૧૭ મી લોકસભામાં છ બેઠકો નો માત્ર ઉમેરો કરી શકે અને તે ૫૨ પહોંચી શકે.તે એક રાષ્ટ્રીય પક્ષ તરીકેની તેમની ઓળખ ને ઝાંખી કરાવે છે. સાવ નવો નિશાળીયો આંધ્રનો જગન રેડી તેનાથી વધુ તાકાતવર સાબિત થયો ૨૫ માંથી ૨૨ બેઠક જીતવાનો તેણે રેકોર્ડ બનાવ્યો. તાજેતરમાં કોંગ્રેસ હવે નવા વાઘા સજી રહી છે .

રાહુલ ગાંધીનું રાજીનામું, સિંધિયા, દેવડા અને અન્ય મહત્વના નેતાઓની એક પછી એક વિકેટ કોંગ્રેસ માટે સંક્રાંતિકાળ સાબિત થઇ રહી છે. કોંગ્રેસનું પ્રમુખપદ લગભગ ગાંધી નહેરુ વંશના વ્યક્તિઓ પાસે જ રહ્યું છે. તેનાથી વ્યક્તિવાદી વિચારધારાએ જન્મ લીધો, તેનો લોપ થતાં વર્ષો લાગ્યા. વચ્ચેના સમયગાળામાં અનેક ચઢાવ ઉતાર આવ્યા સિતારામ કેસરી જેવા નેતા આવ્યા પણ ગાંધી વફાદારી એ એને પૂરતી તક ન પ્રાપ્ત કરવા દીધી. વળી કર્ણાટકમાં જેડીએસ સાથેની ગઠબંધન સરકાર પણ તૂટી પડવામાં ઘડીઓની વાર છે. આ લેખ પ્રકાશિત થશે ત્યાં સુધીમાં કોઈ બ્રેકિંગ આવી પણ ગયા હોય ..!મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે પણ જે કેટલી ટકાવી રાખવી તે ભાજપના હાથમાં છે મોદી-શાહની વિસ્તારવાદી નીતિ કોંગ્રેસને ન ઈધર કી ન ઉધર કી કરી રહી છે.

કોંગ્રેસની કટોકટી માટેનું પોસ્ટમોર્ટમ કરતાં કેટલાંક કારણો પર આવી શકાય.રાજ્યોમાં તેના પ્રમાણિક અને પ્રતિબંધ્ધ આગેવાનોની ઉણપ છે, તમામ નેતાઓ પ્રજામાં આ ઓછા પરિવારના વધુ રહ્યા. મુસ્લિમ તુષ્ટિકરણ ,કાશ્મીરનિતી વગેરેમાં તેની બેજવાબદારીભરી નીતિ , ગઠબંધનનો કોઈ કોમન એજન્ડા નહીં પણ સગવડિયો ધર્મ ,ગઠબંધનના રાજ્ય નેતાઓની દાગી અને વિવાદાસ્પદ છબીઓ, યુવાનોને આકર્ષવામાં ટેકનોલોજીનો અભાવ- અવહેલના, પ્રમાણિક નિષ્ઠાવંત અગ્રણીઓની સતત બાદબાકી, નેતૃત્વનું બિનજરૂરી કેન્દ્રીકરણ,પક્ષના વિસ્તૃતિકરણ માટેના પગલાંઓનો અભાવ બધા કારણો તેના પાયામાં છે.

રાહુલ પછીનુ નેત્રૃત્વ મોદી જેવા વિરાટ વ્યક્તિત્વ સામે કેવી રીતે મોરચો ખોલી શકે છે તેના પર કોંગ્રેસનું ભાવી અવલંબે છે અન્યથા તે રાષ્ટ્રીય સ્તરે હવે શૂન્યાવકાશ તરફ ધકેલાશે તેમ કહેવું અતિરેક પુર્ણ નથી.

 

Previous articleGPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleમાનસિક તાણ (ટેન્શન), તનાવ ઘટાડવાની ૩૩ અણમોલ વાતો