બરવાળા તાલુકાના વહિયા ગામની પ્રાથમિક શાળામાં તા.૦૮-૦૭-૨૦૧૯ ના રોજ સાંજના ૪ : ૦૦ વાગ્યે બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાળીયાના માર્ગદર્શન મુજબ લોકભાગીદારી અને લોકસહકારના ભાગરૂપે મખુભા બી.ચુડાસમા(પૂર્વ આચાર્ય ઝબુબા હાઇસ્કૂલ બરવાળા) ના પ્રયત્નોથી દાતા પ્રવીણભાઈ પ્રજાપતિ અને તેમનું ૩-ડ્ઢ મિત્ર મંડળ અમદાવાદ તરફથી વહિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ ૨૭૫ વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ ચોપડા તેમજ નોટબુકનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત દાતાઓ, આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા ભૂપતભાઈ ડાભી,હરપાલસિંહ ચુડાસમા સહીતના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી.